મોરબી જિલ્લામાં શિકારીઓ બેફામ બની જંગલી પશુઓના શિકાર કરતા હોવાના બનાવો અવકાશમાં આવતા રહ્યા છે. જેને અટકાવવા ફોરેસ્ટ વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે હળવદના કડિયાણા (વિડ) જંગલ નજીક રોજડા ( નિલગાય)નો શિકાર કરતા શિકારીઓ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, હળવદના કડિયાણા (વિડ) જંગલ નજીક બંદુકના ભડાકાનો અવાજ આવતા આસપાસના ગામ લોકોએ તપાસ કરતા કડિયાણા (વિડ) જંગલમાં રોજડાનો શિકાર થયાનુ સામે આવ્યુ હતું. જેને લઇ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી અને એવો આક્ષેપ પણ કર્યો હતો કે આવું પહેલીવાર નથી થયું છેલ્લા કેટલાય દિવસોથી બંદુકથી શિકાર કરવાનુ ચાલુ છે. જે બનાવ અંગે પોલીસે અને વેન વિભાગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, માળીયા પંથકના જ ઇસમો શિકાર કરી રહ્યા હતા. જેને લઈ વિશ્વ હિન્દૂ પરીસદ અને બજરંગ દળના કાર્યકર્તા તેમજ ગામ લોકોએ ફોરેસ્ટના જવાનોને સાથે રાખી સ્થળ પર રેઇડ કરી શિકારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. અને બે ઇસમ પાસેથી ૧ બંદુક. ૧ માશૅલ ગાડી અને ૨ બાઇક ઝડપી પાડ્યા હતા. જયારે માણસોને આવતા જોઈ જતા અન્ય શિકારીઓ ફરાર થયા હતા. તેમજ આરોપીઓની તપાસ કરી પૂછપરછ કરી તેમના ઠેકાણાઓની તપાસ કરતા જેઠાભાઇ પટેલ નામના હળવદ લાટીવાળાની વાડીમાથી રોજડાનુ માસ મળી આવ્યુ હતું. તેમજ સમગ્ર મિશન મોરબી તથા હળવદ ફોરેસ્ટ ટીમ દ્વારા સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.