Friday, January 17, 2025
HomeGujaratમોરબીના મકનસર ખાતે ધમધમતી જુગારની મહેફિલ પર પોલીસ ત્રાટકી: ચાર પકડાયા

મોરબીના મકનસર ખાતે ધમધમતી જુગારની મહેફિલ પર પોલીસ ત્રાટકી: ચાર પકડાયા

મોરબી તાલુકાના મકનસર ગામે જામેલી જુગારની મહેફિલ પર પોલીસે દરોડો પાડી જુગારીઓના રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસે ચાર શકુનીઓને 28 હજાર ઉપરાંત ની રોકડ સાથે ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મકનસર નજીક આવેલ એક્સેલ સીરામીક પાસેના ખરાબામાં જુગારધામ ધમધમતું હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે રેઇડ પાડી હતી આ દરમિયાન જુગાર રમતા રણછોડભાઇ કુવરાભાઇ ઝાંપડા, ભાવેશભા દાદભા મારૂ, જયદેવભાઇ હરભુવનભાઇ જોષી, અભેરામ ઉર્ફે અશોક રતનસિંહ જોષી સહિતના ઈસમો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા.જેને પગલે પોલીસે તમામના કબજામાંથી રોકડા રૂ.૨૮,૨૬૦નો મુદામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!