મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામની સીમમાં વણશોધાયેલ લુટ ના ગુન્હાનો ભેદ ઉકેલી તમામ આરોપીઓ તેમજ લુટમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડયા છે. પોલીસે બાતમીના આધારે પાંચ આરોપીઓ તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સહિત છ આરોપીને દોઢ લાખના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગે રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ચોરીના બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી.જે અંતર્ગત પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લા તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાએ મિલ્કત સબંધી ગુન્હાઓ વધારે બનતા હોય જે અટકાવવા તેમજ મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. જે વણશોધાયેલ હોય પોલીસ ઇન્સપેકટર એસ.કે.ચારેલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવીને ગુન્હામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સુચના તેમજ માર્ગદર્શન આપ્યું હતું. જે દરમ્યાન સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એચ.ભટ્ટઝ સર્વેલન્સ ટીમના માણસો વણશોધાયેલ લુંટ્નો ગુન્હો શોધી કાઢવા પ્રત્યનશીલ હતા. તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ચુડાસમા, ભગીરથભાઇ લોખીલને બાતમી મળી કે લુટના ગુન્હા ને અંજામ આપનાર ઇસમો ફારૂકભાઇ ઉર્ફે ફારકો દીલાવરભાઈ જેડા, દિલાવરભાઇ ઉર્ફે દીલો જુમાભાઈ મોવર, સિકંદરભાઇ ઇકબાલભાઈ કટીયા, જુમાભાઇ ઉર્ફે ડાડો સોકતભાઈ મેર, સિંકદરભાઇ ઉર્ફે સીકો મુસ્તાકભાઈ કાજેડીયા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોરની લુટમાં ગયેલ મુદામાલ સ્પ્લેન્ડર મોટર સાયકલ ના એન્જીન નંબર HA11EVM5D541 કી.રૂ.૫૦,૦૦૦/-, સ્પ્લેન્ડર મોટર
સાયકલ ના એન્જીન નંબર જોતા HA11EDN5K55853 કી.રૂ.૩૦,૦૦૦/-, સ્પ્લેન્ડર મોટર સાયકલ ના એન્જીન નંબર જોતા HA11EVN5F59097 કી.રૂ.૩૦,૦૦૦ /-, રોકડા રૂપિયા ૪૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૧,૫૦,૦૦૦/- મુદ્દામલા સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી આગળની કાર્યવાહી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એસ.તીવારી ચલાવી રહ્યા છે. જેમાં આરોપી ફારૂકભાઇ ઉર્ફે ફારકો દીલાવરભાઈ જેડા વિરૂદ્ધ ૬, દિલાવરભાઇ ઉર્ફે દીલો જુમાભાઈ મોવર વિરૂદ્ધ ૨, જુમાભાઇ ઉર્ફે ડાડો સોકતભાઈ મેર વિરૂદ્ધ ૮ અને સિંકદરભાઇ ઉર્ફે સિકો મુસ્તાકભાઈ કાજેડીયા વિરૂદ્ધ ૬ ગુન્હો માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયા છે.
જેમાં પોલીસ ઇન્સેકટર એસ.કે.ચારેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એચ.ભટ્ટ, એચ.એસ.તીવારી, પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.પી.જાડેજા, મહાવિરસિંહ પરમાર, દેવશીભાઇ મોરી, એ.એસ.આઇ.ભુપતસિંહ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ કુલદિપભાઇ કાનગડ, અરવિદભાઇ મકવાણા, રમેશભાઈ મુંધવા, ભગીરથભાઇ લોખીલ, કેતનભાઇ અજાણા, સિધ્ધરાજભાઇ લોખીલ, શક્તિસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, વિજયભાઇ ડાંગર, અર્જુનભાઇ પરમાર, યશવંતસિંહ ઝાલા, અજયભાઇ લાવડીયા, હસમુખભાઈ વોરા, રામદેવસિંહ જાડેજા, પંકજભાઈ સેવાર તેમજ તેજાભાઇ ગરચર દ્વારા કામગીરી કરવામાં આવી હતી