ટંકારા તાલુકાના મીતાણા ગામમેં વાડીની ઓરડીમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ પત્તાંપ્રેમીઓને ઝડપી લીધા હતા તમામના કબ્જામાંથી રૂ.79,200ની રોકડ સહિત 84,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ તકે વાડી માલિક સહિતના બે શખ્સો હાજર ન હોવાથી પોલીસે ફરારી જાહેર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે..
આ કેસની વિગત મુજબ મીતાણા ગામની સીમમાં સુલતાન તમાચીભાઈ ઠેબાની વાડીની ઓરડીમાં આરોપી દીપકસિંહ સજુભા જાડેજા બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમી માળતા પોલીસ દોડી ગઈ હતી જ્યાં પરાગભાઈ વાસુરભાઈ બસીયા, રહે. મીતાણા, સામતભાઈ પાલાભાઈ બાળા/, રહે. મીતાણા, સંજયભાઈ ગેલાભાઈ બસીયા, રહે.મીતાણા, રોહિત વાસુરભાઈ બસીયા, રહે.મીતાણા, જયદિપસિહ સહદેવસિહ જાડેજા, રહે.મીતાણા અને દેવાયત ગેલાભાઈ ખુંગલા, રહે.મીતાણાવાળાને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે તમામના કબ્જામાંથી રૂપિયા 79,200ની રોકડ તેમજ મોબાઈલ ફોન કિંમત રૂ.5000 મળી રૂ.84,200ના મુદ્દામાલ કબજે કર્યો હતો.આ દરોડા દરમિયાન દિપકસિહ સજુભા જાડેજા,વાડી માલીક સુલતાન તમાચીભાઈ ઠેબા/સંધી રહે.મીતાણા હાજર ન મળતા ફરારી જાહેર કરી આઠેય વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.