રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તેમજ મોરબી SP રાહુલ ત્રિપાઠીએ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી આચાર સંહિતા અમલમાં હોય જે અન્વયે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી જેમાં ગેર કાયદેસર હથિયાર રાખતા ઇમસો તેમજ અસામાજીક પ્રવૃતિ આચરતા ઇસમોને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન માળીયા મી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતા માળીયા મી. પોલીસે ફાયરિંગ કરનાર સહીત બે આરોપીઓને ૧ રીવોલ્વર તથા ૩ જીવતા કાર્ટીસ સાથે પકડી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મી.માં રહેતા રફીકભાઇ કાદરભાઇ જેડા અને યુસુફભાઇ અલ્લારખાભાઇ સંધવાણી નામના શખ્સોએ સરવડ ગામના પાટીયા પાસે ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામા રહેલ ગેરકાયદેસર રીવોલ્વર(સ્ટાર્ટર) જેવુ રૂ.૧૦,૦૦૦/-ની કિંમતનું એક હથીયાર તથા ૩ જીવતા કાર્ટીસ સાથે રાખી પોતાની લાલ કલરની GJ-18-A-7581 નંબરની જીપ લઇને સરા જાહેર રોડ ઉપર રીવોલ્વર (સ્ટાર્ટર)માંથી ફાયરીંગ કરી લોકોની શારીરીક સલામતી જોખમમા મુકાય તેવી રીતે બેદરકારી ભર્યુ કુત્ય કરી લોકોમા ભય લેવાતા માળીયા મી. પોલીસે ફીકભાઇ કાદરભાઇ જેડા અને યુસુફભાઇ અલ્લારખાભાઇ સંધવાણી નામના બંને શખ્સોને પકડી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ બે દિવસ પેહલા ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. જે ફાયરિંગ અલગ-અલગ ત્રણ જગ્યાએ હવામાં કરવામાં આવ્યું હતું. જે અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. માળીયા મિયાણા પોલીસે સ્થાનિકોની માહિતી અને ગાડી અંગેના વર્ણન પરથી તપાસ હાથ ધરી હતી. પરંતુ આ બાબતે કોઈ ફરિયાદ નોંધાવવા તૈયાર ન થયા અંતે પોલીસે ફરીયાદી બની તપાસ હાથ ધરી હતી. અને બાતમીના આધારે આરોપીઓને પકડી પાડ્યા હતા.