વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીક ફીલ્મીઢબે કારનો પીછો કરી અંગ્રેજી દારૂની ૨૧૬ બોટલ કી.રૂ .૮૧,૦૦૦ સહિતનો મુદામાલ મળી કુલ રૂપિયા ૨,૮૬ લાખના મુદ્દામાલ સાથે મોરબી એલ.સી.બી પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો જ્યારે સુરેન્દ્રનગરનો એક આરોપી નાશી છુટતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબી એલસીબી પોલીસે બાતમી આધારે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે ઇકો કારનો પીછો કરી ઇકો કાર નંબર GJ-13-AB-6799 ને આંતરી લઈ તલાશી લીધી હતી.જે દરમિયાન ઇકો કારમાંથી અંગ્રેજી દારૂની મેક્ડોવેલ્સ નં -૦૧ સુપ્રીરીયર વ્હીસ્કીની બોટલો નંગ -૨૧૬ જેની કિંમત ૮૧,૦૦૦ નો મુદ્દામાલ ઝડપાયો હતો. આથી પોલીસે દારૂ, ઇકો કાર નંબર-GJ-13-AB-6799 ની કી.રૂ. ૨,૦૦,૦૦૦ તથા વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કી.રૂ. ૫,૦૦૦ મળી કુલ કી.રૂ. ૨,૮૬,૦૦૦ નોં મુદામાંલ કબ્જે કરી આરોપી નવાજભાઇ ઇસુબખાન બાઉદીનભાઇ મહેલાણી (ઉ.વ .૨૦ રહે . ચોટીલા જી.સુરેન્દ્રનગર)ને ઝડપી લીધો હતો.જેની પૂછપરછમાં આરોપી મીતેશભાઇ બટુકભાઇ રાજગોર (રહે . ચોટીલા જી.સુરેન્દ્રનગર)નું નામ ખુલતા પોલીસે કાર ચાલક તથા પકડાયેલ ઇસમ સહિત બે આરોપીઓ વિરૂધ્ધ મોરબી એલ.સી.બી.એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો દાખલ કરી તપાસ લંબાવી છે.
આ રેઇડ દરમિયાન ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ એન.બી.ડાભી, એ.ડી.જાડેજા તથા એએસાઈ રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ ચૌધરી, પૃથ્વીરાજસિંહ જાડેજા શકિતસિંહ ઝાલા , સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, કોન્સ્ટેબલ વિક્રમભાઇ ફુગસીયા, રણવીરસિંહ જાડેજા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.