Monday, December 23, 2024
HomeGujaratવાંકાનેર તાલુકામાં સગીરાની એકલતાનો લાભ લઇ જાતિય હુમલો કરવાનો પ્રયાસ કર્યા હોવાની...

વાંકાનેર તાલુકામાં સગીરાની એકલતાનો લાભ લઇ જાતિય હુમલો કરવાનો પ્રયાસ કર્યા હોવાની પોલીસ ફરીયાદ

વાંકાનેર તાલુકા પંથકમાં સગીરા ઘરમાં એકલી હોય જેની એકલતાનો લાભ લઇ એક શખ્સ ઘરમાં પર પ્રવેશ કરી જાતીય પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા સગીરાએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તે શખ્સ ત્યાંથી નાશી ગયો હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે .

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરી (ઉ.૧૫) વાળી પોતાના ઘરે એકલી હોય દરમિયાન આરોપી પરસોતમ ઠાકોર એકલતાનો લાભ લઇ જાતીય હુમલો કરવાના ઈરાદે મકાનમાં પ્રવેશ કરી સગીરાના રૂમમાં જઈ રૂમમાં સગીરાને પૂરી દઈને સગીરાને મોઢે મૂંગો દઈ શારીરિક અડપલા કરી જાતીય પ્રવેશ હુમલો કરવાનો પ્રયાસ કરતા સગીરા બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા જેથી આરોપી પરસોતમ નાસી ગયો હોવાની પોલીસ ફરિયાદ સગીરાની માતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.

તો રાજકોટ સારવારમાં રહેલ પરસોતમ ઠાકોરેએ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પરસોતમ ઠાકોર સગીરાના ઘરે જતા સગીરાના ઘરમાં એકલી હોય તેની પાસે સાવરણી માગેલ હોય અને દરમિયાન સગીરાના પિતા આવેલ હોય જેથી તેની દીકરી ઘરે એકલી હોય અને ફરિયાદી પરસોતમ તેની એકલતાનો લાભ લેવા આવેલ હોવાની શંકા વ્યકત કરતા પાડોશીઓ પણ આવી જતા પાડોશીઓએ લોખંડના પાઈપથી માર મારી ઢીકા પાટુંનો માર મારી બાદમાં સગીરાના પિતા અને પાડોશીઓએ સાથે મળી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પરસોતમ ઠાકોર પોલીસ મથકમાં નોંધવી છે તો પોલીસે ૩૨૩,૫૦૪ અને ૩૨૪ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!