Sunday, January 12, 2025
HomeGujaratમોરબી એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નિર્મળસિંહ જાડેજાને ત્રીજી વખત "ઈ-કોપ ઓફ...

મોરબી એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નિર્મળસિંહ જાડેજાને ત્રીજી વખત “ઈ-કોપ ઓફ ધ મંથ” એવોર્ડથી સન્માનિત કરાયા

મોરબી એલ.સી.બી.માં ફરજ બજાવતા નિર્મળસિંહ રામસિંહ જાડેજાને ગઈકાલે ગુજરાતના DGP આશિષ ભાટિયાનાં હસ્તે ‘e-Cop of the Month’ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે ઉલ્લેખનીય છે કે, નિર્મળસિંહ રામસિંહ જાડેજાને આ એવોર્ડ ત્રીજી વખત આપવામાં આવ્યો છે. ત્યારે નિર્મળસિંહ જાડેજાએ ઇ-ગુજકોપ અને પોકેટકોપ આરોપી સર્ચ તથા વાહન સર્ચ એપ્લીકેશનના મદ થી મોરબી જિલ્લાના ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢી ૦૩ આરોપીને પકડી રૂપિયા ૧૩,૩૬,૭૦૦/- નો મુદ્દામાલ રીકવર કરવાની કામગીરી કરેલ છે. જેને લઇ આધુનિક તકનીકના ઉપયોગથી ગુના શોધવાની ઉત્કૃષ્ટ કામગીરી માટે ‘તેમને ઇ-કોપ એવોર્ડ ‘ એનાયત કરવામાં આવ્યું છે. અને ભવિષ્યમાં પણ તેઓ આ જ રીતે ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરતા રહે તેવી શુભકામના પણ ગુજરાતના DGP આશિષ ભાટિયા દ્વારા પાઠવવામાં આવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!