Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં ચાલુ વરસાદે ઠેરઠેર જુગાર ઉપર પોલીસની તવાઈ

મોરબી જિલ્લામાં ચાલુ વરસાદે ઠેરઠેર જુગાર ઉપર પોલીસની તવાઈ

ચારથી વધુ સ્થળે જુગાર રમતા 24 શકુનીઓ ઝડપાયા

- Advertisement -
- Advertisement -

મોરબી: મોરબી જિલ્લામાં ગઈકાલે ચાલુ વરસાદ દરમિયાન ઠેરઠેર જુગાર ઉપર દરોડા પાડ્યા હતા.જો કે વરસાદ દરમિયાન છાને ખૂણે જુગાર રમવું ઘણા લોકોને ભારે પડ્યું હતું. પોલીસે ગઈકાલે જિલ્લામાં ચારથી વધુ સ્થળે દરોડા દરમિયાન 24 શકુનીઓને ઝડપી લીધા હતા.

મોરબી એલસીબીને ખાનગી હકિકત આધારે મોરબી-2માં ઇન્દીરાનગર, શેરી નં.-૦૨માં આવેલ ભંગારના ડેલાની ઓરડી ખાતે રેઇડ કરતા આરોપી મનીષભાઇ ભાણજીભાઇ પટેલ રહે. નવીપીપળી, અશોકભાઇ ગાંડુભાઇ પટેલ રહે માનગઢ, તા. હળવદ, રોહિતભાઇ જયંતિભાઇ પટેલ રહે. નવીપીપળી, પરેશભાઇ મહાદેવભાઇ પટેલ રહે. નવીપીપળી, દિનેશભાઇ બાલજીભાઇ પટેલ રહે. નવીપીપળી, હરસુખભાઇ ગાંડુભાઇ પટેલ રહે નવીપીપળીને જુગાર રમતા રંગેહાથે ઝડપી લીધા હતા. પોલીસે છ જુગરીને રોકડા રૂ.૧,૧૧,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

એલસીબીએ લજાઇ ગામની સીમમાં ઉમીયા એસ્ટેટ નામના કોમ્પ્લેક્ષની બંધ દુકાનના ઓટલા ઉપર જાહેરમાં ગંજીપાના અને પૈસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી રમેશભાઇ તળશીભાઇ પટેલ તથા જગદિશભાઇ ભગવાનજીભાઇ પટેલ રહે. બન્ને મોરબી વાળાઓને રોકડા રૂ. ૧,૦૨,૫૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી ટંકારા પો.સ્ટે. ખાતે જુગાર ધાર કલમ ૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ટંકારા પોલીસે ગઈકાલે મિતાણા ગામે હનુમાનજીના મંદીર નજીક હરીભાઇ પુંજાભાઇ સોલંકી હાલ રહે અમદાવાદ વાળાના બંધ મકાન પાસે જુગાર રમતા મુકેશભાઇ જગજીવનભાઇ પારઘી, ભરતભાઇ ખીમજીભાઇ વાંક, શામળાભાઇ ઉર્ફે બચુભાઇ ગોરાભાઇ બાળા, હિરાભાઇ મેઘજીભાઇ પારઘી, મોહનભાઇ નથુભાઇ પારઘી, રહીમભાઇ ઓસમાણભાઇ રત્નાને પ્લાસ્ટીકના છાપરામાં ટોર્ચ લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતિનો જુગાર રમતા રોકડ રૂપીયા ૧૩,૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ટંકારા પોલીસે ટંકારાના મોરબી નાકા પાસે આવેલ દેવીપુજક વાસમા જુગાર રમતા કૈલાશ વેરશીભાઇ વીકાણી, વિપુલ વિજયભાઇ વિકાણી, બહાદુર મગનભાઇ વિકાણી, મનોજ મહેશભાઇ વિકાણી, દશરથ મેશનભાઇ વિકાણીને જાહેરમા ગંજી પતાના પાના તથા પૈસા વળે હારજીતનો તીનપતીનો જુગાર રમતા કુલ રોકડ રૂપીયા ૫૨૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ આજે જુગારની રેડ કરવા પ્રયત્નશીલ હોય દરમ્યાન પો.હેડ.કોન્સ ચમનભાઇ ચાવડા તથા પો.કોન્સ સંજયસિંહ જાડેજાનાઓએ મળેલ ખાનગી હકીકત આધારે વાંકાનેર તાલુકાના મહીકાના ઢાળ પાસે આવેલ સરકાર સર્વીસ સ્ટેશન નજીક જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતિ જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કુલ રોકડ રૂ.૧૫,૬૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૨૪,૦૦૦/ સાથે મળી કુલ મુદામાલ કી રૂ ૩૯,૬૦૦ સાથે આરોપીઓ રફીકભાઇ વલીમામદભાઇ બાદી, અયાઝભાઇ ઉસ્માનભાઇ માથકીયા, અકીલભાઇ માહમદભાઇ ચૌહાણ, ઇન્જામુલભાઇ હુસેનભાઇ માથકીયા, એસાનભાઇ અલીમામદભાઇ જુણેજાને ઝડપી લીધા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!