મોરબીમાં ચાઈનીઝ દોરાનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાની વાત મળતા જ પોલીસ તંત્ર એલર્ટ થયું હતું અને એક બાદ એક ચાઈનીઝ દોરાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં રેડ કરી તેઓને ઝડપી પાડ્યા હતા ત્યારે ગઈકાલે ઉતરાયણના પર્વને લઈ ચાઈનીઝ દોરાનું વેચાણ કરતા બે ઇસ્મોને ચાઈનીઝ દોરાના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, ગઇકાલે ઉતરાયણનાં પર્વને લઈ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ ચેકીંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, કુંતલભાઇ રમેશભાઇ પારેખ નામના શખ્સના મોરબીનાં ગીતામીલ પાસે રાધેકૃષ્ણા પાર્ક સોસાયટી પંચાસર રોડ ખાતે આવેલ રહેણાંક મકાન ખાતે ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરી પ્રતિબંધીત ૨૫ ચાઇનીઝ ફીરકી કે જેની કિંમત રૂ.૫૦૦૦/- છે તે વેંચાણ કરવાના ઇરાદે ગુજરાત હાઉસીંગ બોર્ડ યોગેશભાઇ ઇશ્વરભાઇ કાવાણીના મકાનમા શનાળા રોડ ખાતે રહેતા સુનીલભાઇ વિજયકુમાર દરજીએ રાખી મળી આવતા પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.