હળવદ પંથકના પોકસો એકટના ગુન્હાના આરોપી અને ભોગ બનનારને પોલીસે ગણતરીના કલાકમાં શોધી કાઢ્યા છે.
હળવદ પોલીસ મથકે ગત તા. ૧૪ ના રોજ પોકસો એક્ટ અને આઇ.પી.સી કલમ ૩૬૩,૩૬૬ મુજબનો ગુન્હો નોંધાયો હતો. આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી અરવિંદ રેમન નાયકા અને ભોગ બનનારને શોધી કાઢવા પોલીસ પ્રયત્નશીલ હતી. મોરબી એસપી રાહુલ ત્રીપાઠી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનાને પગલે પોલીસ કાર્યશીલ હતી આ દરમિયાન પોલીસ સ્ટાફને આરોપી અંગે બાતમી મળી હતી. જેને પગલે આરોપીનું પગેરું દબાવવા પોલીસે બાતમી સ્થળ ચોટીલા તાલુકાના ખેરાણા ગામની વાડીની સીમમાં રેઇડ પાડી હતી. જ્યા દરોડામાં આરોપી અરવિંદ તથા ભોગબનનાર મળી આવ્યા હતા. જેથી પોલીસે બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.