Monday, April 29, 2024
HomeGujaratઆ પ્લોટ અમારો છે કહી મોરબીના વીશીપરામાં વૃદ્ધ પર હુમલો કરાયો

આ પ્લોટ અમારો છે કહી મોરબીના વીશીપરામાં વૃદ્ધ પર હુમલો કરાયો

મોરબીના વીશીપરામાં આવેલ શાંતીવન સોસાયટી ખાતે મહિલા સહિત ત્રણ શખ્સોએ પ્લોટ અમારો છે કહી માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મોરબીની શાંતિવન સોસાયટીમાં રહેતા પ્રેમજીભાઇ સવાભાઇ વાઘેલા નામના ૭૦ વર્ષીય વૃધે પોતાના મૃતક પુત્ર બાબુભાઇના નામે પ્લોટ લીધો હતો. ત્યાં તેઓ પ્લોટને ફરતે જુના નળીયા ગોઠવ્યા હતા. જે બાબત પસંદ ન પડતા તે જ વિસ્તારમાં રહેતા આરોપી જયેશ બાબુ વાઘેલા, અશોક બાબુ વાઘેલા અને કાંતાબેન બાબુભાઇ વાઘેલાએ ત્યાં જય આ પ્લોટ અમારો છે તેમ કહી ડખ્ખો કર્યો હતો. ત્યારબાદ નળીયા વીખી નાખી નળીયાના ઘા ઝીંકી વૃદ્ધને ઇજા કરી હતી. આ ઉપરાંત ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રેમજીભાઈએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી આરંભી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!