મોરબી શહેરના વીસીપરા રોહીદાસપરા વંડામા જુગારનો પાટલો મંડાયો હોવાની પોલીસને જાણ થતાં પોલીસે દોડી જઇ નવ જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા.
વીસીપરા રોહીદાસપરા વંડામા જુગાર રમતા રફીકભાઇ નુરમામદભાઇ જામ, હાસમભાઇ જુમાભાઇ સુમરા, અમીતભાઇ સુરેશભાઇ ઝંઝવાડીયા, એમદભાઇ મામદભાઇ સુમરા, રમેશભાઇ રવજીભાઇ ચૌહાણ, મેહુલભાઇ ગોવીંદભાઇ ચૌહાણ, મહેસભાઇ દેવજીભાઇ ચૌહાણ, રાજેશભાઇ ગોવીદભાઇ રાઠોડ તથા મહેશભાઇ ખેંગારભાઇ સોલંકીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે રૂપીયા-૫૩૮૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે તમામ વિરુદ્ધ જુગારઘારા કલમ ૧૨ મુજબ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.









