Friday, December 27, 2024
HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ગેરકાયદે દેશી પિસ્તોલ સાથે આરોપીને પકડી પાડતી પોલીસ

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ગેરકાયદે દેશી પિસ્તોલ સાથે આરોપીને પકડી પાડતી પોલીસ

વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ટોલનાકા નજીક હોટલ પાસેથી એક શખ્સને મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ગેરકાયદે પીસ્તોલ સાથે પકડી પડ્યો છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે આવેલ મુરલીધર હોટલ નજીક રમેશ નાથાભાઇ કોળી (રહે. કમળાપુર તા.જસદણ જી.રાજકોટ)વાળો શખ્સ કોઇ વાહનની રાહ જોઇ ઉભેલ હોય જેની પાસે ગેરકાયદે હથીયાર દેશી હાથ બનાવટની પીસ્તોલ છે. તેવી પોલીસને બાતમી મળતા એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે પહોંચી તપાસ કરતા આરોપી રમેશભાઇ નાથાભાઇ વાઘાણી (ઉ.વ. ૩૧)ને દેશી બનાવટની પીસ્તોલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- સાથે મળી આવતા આરોપીને પકડી લીધો હતો જેની વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન
ખાતે આર્મસ એકટ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ કામગીરીમા પીઆઈ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઇ કુગશીયા, રણવીરસિંહ જાડેજા, સતીષભાઇ કાંજીયા સહિતના હજાર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!