Sunday, September 8, 2024
HomeGujaratમોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીકથી બાઈક લઈ બીયરની ડિલિવરી કરવા જઈ રહેલ યુવકને...

મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીકથી બાઈક લઈ બીયરની ડિલિવરી કરવા જઈ રહેલ યુવકને પોલીસે પકડી પાડ્યો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે દારૂની હેરાફેરી કરતા વધુ એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી),૯૮(૨) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને શંકાના આધારે રૂ.૫૦,૦૦૦/-ની કિંમતના GJ-36-K-9968 નંબરના બજાજ કંપનીના એવેન્જર મોટરસાઇકલના ચાલક રાહુલભાઇ ભવાનભાઇ કોડડીયા (રહે.રણછોડનગર ગરબીચોક પાસે નવલખીરોડ સેન્ટમેરી પાછળ મોરબી) નામના શખ્સને રોક્યો હતો. અને તેની પૂછપરછ કરી તપાસ કરતા આરોપી પાસેથી ભારતીય બનાવટની વિદેશી કિંગફિશર સુપર સ્ટ્રોગ પ્રિમિયમ બીયરના રૂ.૪૦૦/-ની કિંમતના ૦૪ ટીન મળી આવતા પોલીસે કુલ રૂ.૫૦,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી રાહુલભાઇ ભવાનભાઇ કોડડીયાની અટકાયત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!