Thursday, January 2, 2025
HomeGujaratમોરબી કંડલા બાયપાસ પર આતંક મચાવી લૂંટ કરનાર બે લૂંટારુંઓને પોલીસે ઝડપી...

મોરબી કંડલા બાયપાસ પર આતંક મચાવી લૂંટ કરનાર બે લૂંટારુંઓને પોલીસે ઝડપી પાડ્યા    

2 બાઇક, 2 છરી અને 6 મોબાઈલ જપ્ત, લૂંટમાં ગયેલી 4 લાખ ઉપરાંતની રોકડ રકમ રિકવર કરવા તજવીજ

- Advertisement -
- Advertisement -

મોરબી: બે દિવસ પહેલા મોરબી- કંડલા હાઈવે પર અમરેલી ગામના પાટિયા પાસે રાત્રે 9:30થી 10 દરમિયાન રસ્તે જતા આવતા વાહનોને ટાયરની આડશો મૂકીને રોકી છરી, ધોકા જેવા હથિયારો બતાવી ડરાવી-ધમકાવી અને મોટા વાહનો પર પથ્થરના ઘા ફેકી લૂંટ ચલાવનાર બે આરોપીઓને મોરબી તાલુકા પોલીસે દબોચી લીધા છે. આરોપીઓ પાસેથી બે મોટરસાઈકલ, બે છરી અને પાંચ મોબાઇલ કબજે કર્યા છે. જ્યારે લૂંટમાં ગયેલી ચાર લાખથી વધુની રોકડ રકમ રિકવર કરવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બે દિવસ પહેલા રાત્રે 9:30થી 10 દરમિયાન મોરબી-કંડલા હાઈવે પર અમરેલી ગામના પાટિયા પાસે વાહનચાલકોને રોકી સરેઆમ લૂંટ ચલાવનાર લૂંટારું ગેંગના બે આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે. ઉપરોકત બનાવ બન્યા બાદ પોલીસે વિવિધ દિશામાં તપાસ કરવા માટે અલગ-અલગ ટીમોની રચના કરી હતી અને બાતમીદારોને પણ કામે લગાવ્યા હતા.દરમ્યાન મોરબી તાલુકાના રવિરાજ ચોકડી ખાતે પણ સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન એક બુલેટ મોટરસાઇકલ તથા એક હીરો મોટરસાયકલના ચાલક શંકાસ્પદ હાલતમાં જણાતા તેઓની અંગજડતી લેતાં તેની પાસેથી 6 મોબાઇલ અને 2 છરી મળી આવતા બંને બાઈક સવારોની સઘન પૂછપરછ હાથ ધરાઇ હતી. ઉપરોકત ગુનામાં સંડોવાયેલા પૈકીના બે ઈસમો આ જ હોવાનો સ્પષ્ટ થયું હતું જેની કબૂલાત પણ ઝડપાયેલા બંને આરોપીઓએ આપી હતી.

ઝડપાયેલા આરોપી આસિફ રહીમભાઈ સુમરા, ઉંમર વર્ષ ૨૦, રહે.સનરાઇઝ પાર્ક, સુમરા સોસાયટીની બાજુમાં, મૂળ રહેવાસી વિરપડા, તાલુકો-જીલ્લો મોરબી, આફત અલી ઉર્ફે અજગર જાકમભાઈ ભટ્ટી, ઉંમર વર્ષ 19, રહેવાસી. માળીયા મીયાણા, માસુમ પીરની દરગાહ પાસે, ભટ્ટી વાસ, હાલ રહે. વીસીપરા, મદીના સોસાયટી અને નવાબ ઉર્ફે બોડિયો સિકંદરભાઈ મેમણ રહે. વિશિપરા, મોરબીવાળા પાસેથી લૂંટના ગુન્હામાં વપરાયેલા 2 મોટરસાયકલ કિંમત 1,80, 000, લૂંટમાં ગયેલ સહિત 6 મોબાઈલ કિંમત રૂપિયા 30,000 મળી કુલ 2,10,000નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. જ્યારે લૂંટમાં ગયેલી 4 લાખથી વધુની રકમ રિકવર કરવા આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!