કામલીલા આચરતા વ્યક્તિ જેટલો જ વિડીયો ઉતારનાર પણ આરોપી છે જો આવું બનતું હતું તો આ વ્યક્તિ એ પોલીસને જાણ કેમ ન કરી ? શુ પોલીસની ચેકપોસ્ટમાં લઇ જઇ પોલીસને બદનામ કરવાનો બદ ઈરાદો હતો ? પોલીસે વિડીયો ને એફએસએલ માં મોકલી યુવતીના પરિવારજનોનો સંપર્ક કરી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો
હળવદની પોલીસ દ્વારા હાઇવે ચોકડી પર ઉભી કરેલી કામ ચલાઉ ચેક પોસ્ટમાં અશ્લીલ કામલીલાનો વિડીયો હળવદના સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં આ વીડિયો જોત જોતામાં નાના મોટા તમામ લોકો સુધી પહોંચી ગયો હતો જેમાં એક ઈસમ યુવતી સાથેના અશ્લીલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જો કે આ વીડિયો ક્યારનો છે અને કોણે ઉતાર્યો છે તેમજ આ વીડિયો માં દેખાતો વ્યક્તિ કોણ છે એ જાણવા હળવદ પોલીસે વાયરલ વિડીયો થયાની સ્ટેશન ડાયરીમાં પ્રાથમિક નોંધ કરી તપાસ હાથ ધરી છે તો બીજી બાજુ મોરબી એસપીએ આ બનાવની વખોડી અને લાલ ઘુમ થયા હતા તેમજ બનાવના મૂળ સુધી પહોચવા હળવદના પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા અને સમગ્ર ઘટનાની હકીકત મેળવી અને અહેવાલ કરવા સૂચના આપી છે તો હળવદ પોલીસને વિડીયોમાં દેખાતી યુવતીને શોધવામાં સફળતા મળી છે જેમાં યુવતતી ના પરિવારજનોનો સંપર્ક કરી વિડીયોમાં દેખાતો ઈસમ કોણ છે તેની તપાસ હાથ ધરી છે ત્યારે હળવદ પોલીસે આ યુવતી સાથે દુષ્કર્મ થયું છે કે કેમ ? અને વીડિયો ઉતારનાર વ્યક્તિ કોણ છે ? જો આવો બનાવ બનતો હતો તો વિડીયો ઉતારનારે વિકૃત આનંદ લીધો તેની જગ્યાએ આવા ગંભીર બનાવની હળવદ પોલીસને જાણ કેમ ન કરી ? શુ યુવતી મંદ બુદ્ધિની જ છે અને તેનો ગેરલાભ લઈને જ જાણી જોઈને પોલીસને બદનામ કરવા ચેક પોસ્ટમાં લઇ જઇ આવું કૃત્ય આચર્યું છે ? આવા અનેક પ્રશ્નોના ઉકેલ મેળવવા મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા જાતે આ બનાવની ઝીણવટભરી માહીતી મેળવી રહ્યા છે જો કે એક વાત ચોક્કસ છે કે અશ્લીલતા આચરનારા વ્યક્તિ જેટલો જ ગુનેગાર વિડીયો ઉતારનારો વ્યક્તિ છે ત્યારે આ વ્યક્તિ એ પોલીસને જાણ કરવાને બદલે વિડીયો ઉતારી વિકૃત આનંદ મેળવ્યો જે એક માનવતાની દ્રષ્ટિએ અત્યંત શરમજનક અને માનવજાતિને શરમાવે તેવી બાબત છે હાલ હળવદ પોલીસમથકના પીઆઈ પી.કે.દેકવાડિયાએ આ સમગ્ર ઘટનાની સ્ટેશન ડાયરીમાં નોંધ કરી અને વાયરલ વિડીયોને એફ એસ એલ માં મોકલી વિડીયોમાં દેખાતો વ્યક્તિ કોણ છે તેની તપાસ હાથ ધરી છે. બે આરોપીની ધરપકડ કરી પોલિસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે.