મોરબી સહિત રાજયભરમાં કોરોના મહામારીને પગલે લોકોની આરોગ્ય સુખાકારીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સ્પા ખુલ્લા રાખવાની ચોખ્ખી મનાઈ હોવા છતાં ન માનતા સ્પા સંચાલકો વિરુદ્ધ મોરબી પોલીસે દંડો પછાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. જેને પગલે નિયમની એક,બે અને સાડા ત્રણ કરતા મોરબીના સાત સ્પા સંચાલકો સામે પોલીસે કાયદેશરની કાર્યવાહી કરી હતી.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના શનાળા રોડ ઉપર આવેલ ખાનગી બેંકની ઉપર નિયમ વિરુદ્ધ ક્રાઉન સ્પા ચલાવતા કાદર નિયામતભાઈ સિપાઇને ઝડપી લઈ કાર્યવાહી કરી હતી વધુમાં શહેરના નિયમોંને નેવે મૂકી સ્કાય મોલમાં બીજા માળે બ્લેક કોરા સ્પા ચલાવતા સંજય વલ્લભભાઈ નંદાસરા, ઉપરાંત સાવસર પ્લોટમાં યુનિક સ્પા ચલાવતા હર્ષદ ભીખારામ દેવમુરારી, તેમજ શનાળા રોડ ઉપર ધર્મેન્દ્ર પ્લાઝામાં સનરાઈઝ સ્પાના સંચાલક દીપેન્દ્ર બ્રિજમોહન અને
મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આવેલ ગુલમહોર સ્પા ચલાવતા બળવંત મોતીભાઈ નકુમને કાયદાના પાઠ ભણાવ્યા હતા આ ઉપરાંત ઉમિયા સર્કલ નજીક ગેલેક્સી પ્લાઝામાં સ્કાય હોલ્ડ સ્પાના નવીન લલિત સિંગ, પંચાસર ચોકડી પાસે બોડીકેર સ્પા ચલાવતા અશ્વિન કેસવજીભાઈ સનીયારા સહિત સાત સ્પા સંચાલકોને ઝડપી લઇ કોવિડ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે.