મોરબી તાલુકાના લીલાપર ગામેં ખાણ વિસ્તારના ખરાબાની જમીનમા ધમધમાતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે રેઇડ પાડી હતી આ દરમિયાન આરોપી નવઘણભાઈ જેઠાભાઈ દેગામા સંચાલિત ભઠ્ઠીમાથી ૩૩૫ લીટર આથો કિ.રૂ.૬૭૦ તથા પતરાના ડબા ૯ કુલ કિ.રૂ.૪૫ તથા લોખંડનુ બેરલ, એક ગેસનો બાટલો એક ચૂલો સહિત કુલ કિ.રૂ.૧૮૮૦ નો મુદ્દામાલ ઝડપાયો હતો. આ વેળાએ પોલીસની રેઇડ અંગે જાણ થતાં આરોપી નવઘણ જેઠાભાઈ દેગામા નાશી છૂટ્યો હતો જેને પોલીસે ફરારી જાહેર કરી તેની વિરુદ્ધ પ્રોહીબિશન કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.