માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે સીમમાં આવેલ વાડીમાં લીમડાની શીતળ છાયા નીચે પતા ટીંચતા સાત શકુનીઓને પોલીસે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામની કોઠારીયા સીમમા આવેલ અંબારામભાઇ છનારીયાની વાડી પાસે લીંબડાના ઝાડ નીચે જુગારની મહેફિલ ધમધમતી હતી. જે અંગે પોલીસને જાણ થતા માળીયામીંયાણા પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં જુગાર રમતા પ્રવિણભાઇ બેચરભાઇ ભોરણીયા, પિયુષભાઇ લાલજીભાઇ વિઠલાપરા, ચંદુલાલ જાદવજીભાઇ કાલરીયા, દિનેશભાઇ બાબુભાઇ લોલાડીયા, વિપુલભાઇ કાનજીભાઇ ગડેશીયા, ઘનશ્યામભાઇ હરીશીહભાઇ ગઠવી અને અંબારામભાઇ ગાંડુભાઇ છનારીયાને રંગેહાથ ઝડપી લીધા હતા. માળીયા પોલીસે તમામ પતાપ્રેમીઓના કબ્જામાંથી ૯૮૭૦૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.