રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે પ્રોહિબિશન-જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ સદતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના સીધા માર્ગદર્શન ઠળ મોરબી જીલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વાયે કામગીરી કરતા દરમિયાન મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસના પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળાએ પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલને સંયુકત રાહે બાતમી મળેલ કે, બે ઇસમો મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ શૈલેષ કાંટા પાછળ બાવળની કાંટમાં છુપાવેલ ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો સગેવગે કરવાની પેરવીમાં છે જેથી મળેલ હકીકત વાળી જગ્યાએ પોલીસ સ્ટાફના માણસો સાથે સ્થળે રેઇડ કરતા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની કાચની કંપની શીલપેક ઇગ્લીશ દારૂની રૂ.૨૫,૨૦૦/-ની કિંમતની ૬૦ બોટલ તથા કિંગફીશર સુપર સ્ટ્રોંગ બીયરના રૂ.૪૮૦૦/-ના ૪૮ ટીન તથા રોયલ કલાસીક વ્હીસ્કીના રૂ.૯૬૦૦/-ની કિંમતના ૯૬ પાઉચ મળી કુલ રૂ.૩૯,૬૦૦/- ના મુદ્દામાલ સાથે જગદીશભાઇ સાધાભાઇ સવસેટા તથા મોહિતસિંહ અશોકસિંહ જાડેજા નામના બે ઇસમો મળી આવતા પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયારે બીજીબાજુ, હળવદ પોલીસ સ્ટેશનની ટીમને ગઈકાલે બાતમી મળી હતી કે, રાયધ્રા ગામના પાટીયા પાસે વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની મેક ડોવેલ્સ નં.૧ કલેક્શન વીસ્કી ઓરીજીનલની રૂ.૧૨૮૦/-ની ૦૪ બોટલનો મુદામાલ કબ્જે કર્યો છે. અને કુલદીપભાઈ દીલીપભાઈ સારલા નામના આરોપીએ આ માલ પોતાના કબ્જામાં વેંચાણ કરવાના ઈરાદે રાખેલ હોવાથી તેના વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.