Saturday, May 4, 2024
HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રી નજીક ઓવરબ્રીઝ નીચે વર્લી ફીચરનો જૂગાર રમતા-રમાડતા બે શખ્સો ઝડપાયો

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઓવરબ્રીઝ નીચે વર્લી ફીચરનો જૂગાર રમતા-રમાડતા બે શખ્સો ઝડપાયો

મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઈ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે વાંકાનેર બાઉન્ટ્રીમાં આવેલ ઓવરબ્રીઝ નીચે રેઇડ કરી વર્લી ફીચરનો જૂગાર રમતા-રમાડતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઇકાલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વાંકાનેર બાઉન્ટ્રી ઓવરબ્રીઝ નીચે રોડની સાઇડમાં જાહેરમા બે શખ્સો વર્લી ફીચરનો જૂગાર રમી-રમાડી રહ્યા છે. જે હકીકતના આધારે પોલિસે સ્થળ પર રેઇડ કરી ચોટીલાના ખેરડી ગામે રહી ખેતમજૂરી કરતા કીશોરભાઇ વજાભાઇ કોબીયા તથા રાજકોટના બામણબોર ખાતે આવેલ જુના ગામ ખાતે રહેતા સનાભાઇ સવસીભાઇ બાવરીયા નામના બંને શખ્સોને વર્લીના સાહીત્ય તથા કુલ રોકડા રૂ.૧૦,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી બંને વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨(અ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!