સૌરાષ્ટ્રમાં તો શ્રાવણ મહિનામાં જાણે જુગારની મોસમ ખીલતી હોય તેમ શહેર હોય કે ગામ, ઘરમાં વાડીમાં કે ધંધાના સ્થળે જ્યાં મોકો મળે ત્યાં જુગારીઓ પોતાના દાવ લગાવતા હોય છે. ની સામે પોલીસ તંત્ર પણ કમર કસી રહ્યું છે. અને મોરબી જિલ્લાના વાંકાનેમાં તો દૈનિક જુગારના અખાડા ઝડપાઇ રહ્યા છે. ત્યારે તાજેતરમાં ગઈકાલે જ વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા ગામે દરોડો પાડી છ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા છે.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાનાં ઢુવા ગામે પાવર હાઉસ પાછળ અમુક લોકો ગોળ કુડાળુ વળી જુગાર રમી રહ્યાની વાંકાનેર તાલુકા પોલીસના સ્ટાફને બાતમી હતી. જે આધારે તેઓએ રેડ પાડતા સ્થળ પર જાહેરમાં જુગાર રમતા ભીખુભા મોતીસિંહ ચુડાસમા, ગગજી કાળાભાઇ ગોરીયા, ગોપાલ છગનભાઇ છાપરા, હરદેવસિંહ મહીપતસિંહ ગોહિલ, સવજી ગોબરભાઇ શીયાળ અને પ્રતાપ નાગરભાઇ ભુસડીયા ઝડપાયા હતા. જેમના વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે જાણવા જોગ દાખલ કરી તમામ પાસેથી કુલ રૂ. ૧૪,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.