Saturday, May 11, 2024
HomeGujaratજુગારધામ પર પોલીસની તરાપ:હળવદ તાલુકાના ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ...

જુગારધામ પર પોલીસની તરાપ:હળવદ તાલુકાના ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ રૂ.૭૧ હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં આવેલ ફારુક મુલતાનીની ડીના ઢાળીયા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈને પોલીસે ૭૧ હજારથી વધુની રોકડ રકમ જપ્ત કરી તમામ વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ ગેરકાયદેસર ચાલતા જુગારધામોને ડામવા અને પત્તાપ્રેમીઓને જુગારની ખરાબ લતમાંથી બહાર કાઢવા માટે જિલ્લા પોલીસ તંત્રને સૂચના આપી છે. જે અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલનાં માર્ગદર્શન હેઠળ ઠેર ઠેર રેડ પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આજે પણ જયારે હળવદ પોલીસ મથકના પીઆઇ એમ વી પટેલની સૂચના મુજબ કોન્સટેબલ પંકજ પિપરીયા તથા પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ પરમાર જયારે પેટ્રોલીંગમાં હતા. ત્યારે તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે, ચરાડવા ગામની સીમમાં સમલી જવાના ગામના રસ્તે ફારુક મુલતાની વાડીના ઢાળીયા પાસે જાહેરમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. જેના આધારે તેઓ દ્વારા રેડ પાડવામાં આવતા પાંચ પત્તાપ્રેમીઓ જુગાર રમતા ઝડપાયા હતા. જેમની પાસેથી પોલીસે રૂ. ૭૧,૨૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. અને જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!