Monday, May 20, 2024
HomeGujaratમોરબીમાં રહેણાંક મકાનમાં પોલીસે રેઇડ કરી વીદેશી દારૂ સાથે એક શખ્સને પકડી...

મોરબીમાં રહેણાંક મકાનમાં પોલીસે રેઇડ કરી વીદેશી દારૂ સાથે એક શખ્સને પકડી પાડ્યો

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રાજ્યના પોલીસવડાની સૂચના મુજબ જિલ્લા પોલીસની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ દરોડા પાડી દારૂ-જુગારના અડ્ડા પકડવામાં આવે છે. મોરબી જિલ્લા પોલીસની સતત વધતી ભીંસને કારણે હવે બૂટલેગરો અવનવા કીમિયાઓ અજમાવી રહ્યા છે. ત્યારે મોરબી સીટી એ ડીવીજન પોલીસે બાતમીના આધારે લીલાપર રોડ પર રેઇડ કરી રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજનના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબૂદ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય તેમજ મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમને ખાનગીરાહે હકિકત મળેલ કે, વિજયભાઇ સામતભાઇ સાવધાર તથા જગદીશભાઇ સામતભાઇ સાવધાર (રહે.બંને મોરબી લીલાપર રોડ પાંજરાપોળ સામે ન્યુ પ્રજાપતસોસાયટી) પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે હકિકતના આધારે પોલીસે રેઇડ કરતા રહેણાંક મકાને રેઇડ કરી વિજયભાઇ સામતભાઇ સાવધાર (રહે.મોરબી લીલાપર રોડ પાંજરાપોળ સામે ન્યુ પ્રજાપતસોસાયટી)ને પકડી પાડ્યો છે. તેમજ જગદીશભાઇ સામતભાઇ સાવધાર (રહે.મોરબી લીલાપર રોડ પાંજરાપોળ સામે ન્યુ પ્રજાપતી સોસાયટી)ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ રહેણાંક મકાનમાથી ઇંગ્લીશદારૂની મેકડોલ્સ નં.૧ કલેક્શન વ્હીસ્કીની ૩ બોટલ, ઓલ સેસન્સ ગોલ્ડન કલેકશન વ્હીસ્કીની ૨૭ બોટલ, રોયલ ચેલેન્જ પ્રીમીયમ સીલેકટ વ્હીસ્કીની ૨૦ બોટલ, ગ્રેવીટી ડ્રીમ એપલ ફલેવર્ડ વોડકાની ૧૦ બોટલ, બ્લેન્ડર પ્રાઇડ રેર પ્રીમીયમ વ્હીસ્કીની ૭ બોટલ મળી કુલ ૬૭ બોટલોનો રૂ.૩૩,૨૭૫/-નો તથા GJ-36-Q-3440 નંબરની રૂ.૫૦,૦૦૦ની કિંમતની એકટીવા તેમજ ઓપો કંપનીનો એક મોબાઇલ મળી કુલ રૂ.૯૩,૨૭૫/-નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!