Sunday, April 28, 2024
HomeGujaratવાંકાનેરના વિરપર ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી: દેશી દારૂનો...

વાંકાનેરના વિરપર ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી: દેશી દારૂનો જથ્થો કબજે કરાયો ,આરોપી ફરાર

વાંકાનેર તાલુકાના માટેલ વીરપર રોડ આવેલ અરમાનો સીરામીકના કારખાના પાછળ આવેલ આરોપીની વાડીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર વાંકાનેર પોલીસે દરોડો પાડી દેશી દારૂ સહિતનો મુદામલ કબજે કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ માટેલ-વીરપર રોડ આવેલ અરમાનો સીરામીકના કારખાના પાછળ રસીકભાઇ ગાંડુભાઇ રીબડીયા રહે-વીરપર તા-વાંકાનેરવાળો આરોપી પોતાની વાડીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળતા વાંકાનેર પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. બાતમી સ્થળે દરોડો પાડી પોલીસે પીવાનો ગરમ દેસી દારૂ કિ.રૂ.૧૦૦/-પર લીટર તથા ઠંડો દેસી દારૂ લીટર-૨૫ કી રૂ-૫૦૦- તથા ગરમ આથો લી.૧૦૦ કિ.રૂ.૨૦૦/- તથા ઠંડો આથો લીટર-૮૦૦કિ.રૂ-૧૬૦૦/- ગણી તથા ભઠ્ઠી ગાળવાના સાધનોકિ.રૂ.૨૦૦મળી કુલ રૂ.૨૬૦૦/- ના મુદામાલ કબજે કર્યો હતો.રેઇડ દરમિયાન આરોપી હાજર ન મળતા આ શખ્સને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!