Friday, September 20, 2024
HomeGujaratમોરબી જિલ્લાની ૭૬૧ આંગણવાડી કેન્દ્રો પર વિવિધ કાર્યક્રમો યોજાયા

મોરબી જિલ્લાની ૭૬૧ આંગણવાડી કેન્દ્રો પર વિવિધ કાર્યક્રમો યોજાયા

કિશોરીઓને સુક્ષ્મ પોષક તત્વોના ઉપયોગ તેમજ વિવિધ વાનગીઓ અંગે માર્ગદર્શન અપાયું.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાની ૭૬૧ આંગણવાડી કેન્દ્રો પર સપ્ટેમ્બર-૨૦૨૧ પોષણ માહ અંતર્ગત આઈ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ દ્વારા વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ખાસ આ માસના પાંચ ગુરુવારના રોજ આંગણવાડી કેન્દ્ર પરથી આપવામાં આવતા પૂર્ણા શક્તિના પેકેટ (THR) માંથી અલગ અલગ વાનગીઓ બનાવી કિશોરીઓ પોતાના દૈનિક ખોરાકમાં ૧૪૫ ગ્રામ જેટલું આરોગે તે અર્થે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોવિડ-૧૯ની ગાઈડલાઈનને ધ્યાને રાખી ટંકારા તાલુકાના લજાઈ સેજાના મોટા ખિજળીયા આંગણવાડી કેન્દ્ર પર કિશોરીઓ દ્વારા થીમ મુજબ પૂર્ણા શક્તિના પેકેટ માંથી વિવિધ મિઠાઈ (Dadima’s Secret Sweet) બનાવવામાં આવી હતી આ કાર્યકમમાં ટંકારા ઘટકના ભાવનાબેન એમ. ચારોલા (બાળ વિકાસ યોજના અધિકારી) દ્વારા કિશોરીઓને પૂર્ણા શક્તિ પેકેટ માંથી લાઇવ સુખડી બનાવી નિદર્શન કરાવવામાં આવ્યું તેમજ સેનેટરી પેડની ઉપયોગીતા તથા તેની ઉપલબ્ધતા અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. આઈ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત મોરબીના મયુરભાઈ જી. સોલંકી (ડિસ્ટ્રીક્ટ કન્સલ્ટન્ટ-પૂર્ણાયોજના) દ્વારા ઉપસ્થિત કિશોરીઓને પૂર્ણા શક્તિના પેકેટ માંથી મળતા વિટામીન તથા સુક્ષ્મ પોષક તત્વો અંગેની વિગતવાર સમજણ આપી હતી. કિશોરીઓને રોજીંદા ખોરાકમાં આ પૂર્ણા શક્તિના પેકેટનો ઉપયોગ કરી વિવિધ વાનગી બનાવી આરોગે તેમજ સત્વ મીઠાનો ઉપયોગ કરે તે માટે ઉપસ્થિત કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ટંકારા તાલુકાના નસીતપર આંગણવાડી કેન્દ્રની લાભાર્થી કિશોરી કડીવાર ધ્રુવી ડી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લોકગીત સ્પર્ધા માં મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવતા તેને આઈ.સી.ડી.એસ કચેરી ટંકારા દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા લજાઈ સેજાના મુખ્ય સેવિકા રાજેશ્રીબેન ત્રિવેદી, બ્લોક કો-ઓર્ડીનેટર સિદ્ધરાજસિંહ ઝાલા તથા સેજાના તમામ આંગણવાડી કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી તેમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જિલ્લા પંચાયત મોરબીની યાદીમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સરકાર આજની કિશોરી આવતી કાલની માતા બનનાર હોય તે માટે વિશેષ ચિંતીત છે. ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી અને ન જતી કિશોરીઓ માટે આઈ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિભાગ અંતર્ગત PURNA યોજના કાર્યરત છે. જેમાં કિશોરીઓને દર માસે સુક્ષ્મ પોષક તત્વોથી યુક્ત અને પોષણથી ભરપુર પૂર્ણાશક્તિના ચાર પેકેટ આપવામાં આવે છે. તેમજ આરોગ્ય અને પોષણ શિક્ષણ આપવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!