મોરબી જિલ્લામાં સમયાંતરે અવાર-નવાર દેશી તથા વિદેશી દારૂ ઉપર પોલીસ તંત્ર દ્વારા ધોંસ બોલાવી, મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. છતાં આરોપીઓ બેફામ બનીને મદિરા પાન કરવાના માર્ગ શોધી લે છે, પરંતુ પોલીસની બાજ નજરથી નથી બચી શકતા. ત્યારે પોલીસે અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને હળવદ પોલીસ મથક વિસ્તારમાંથી જપ્ત કરાયેલ રૂપિયા 20,21,675ની કિંમતના 4825 બોટલ વિદેશી દારૂ પર પોલીસે બુલડોઝર ફેરવ્યું હતુ. ત્યારે ડી.વાય.એસ.પી., મામલતદાર અને હળવદ પી.આઈ.ની હાજરીમાં દારૂનો નાશ કરાયો હતો.