Tuesday, October 20, 2026
HomeGujaratમોરબીના શેરી ફેરિયાઓને પીએમ-સ્વનિધિ યોજના હેઠળ રૂ.૫૦ હજાર સુધીની લોન સહાય

મોરબીના શેરી ફેરિયાઓને પીએમ-સ્વનિધિ યોજના હેઠળ રૂ.૫૦ હજાર સુધીની લોન સહાય

મોરબી મહાનગરપાલિકા દ્વારા શેરી ફેરિયાઓ, લારી-ગલ્લા ધારકો અને નાના વેપારીઓ માટે પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોનની ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. પાત્ર લાભાર્થીઓ પ્રથમ તબક્કામાં રૂ. ૧૫ હજારથી શરૂ કરી તબક્કાવાર રૂ. ૫૦ હજાર સુધીની લોન મેળવી શકશે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ) યોજના અંતર્ગત શહેરી શેરી ફેરિયાઓને લોન સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ યોજનાનો હેતુ નાના વેપારીઓને વ્યવસાય માટે કાર્યકારી મૂડી ઉપલબ્ધ કરાવી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.

યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રૂ.૧૫,૦૦૦, નિયમિત ચુકવણી બાદ બીજા તબક્કામાં રૂ.૨૫,૦૦૦ અને ત્યારબાદ ત્રીજા તબક્કામાં રૂ.૫૦,૦૦૦ સુધીની લોન મેળવવાની જોગવાઈ છે. સમયસર લોન ભરપાઈ કરનાર લાભાર્થીઓને વ્યાજ સબસિડી, ડિજિટલ વ્યવહારો માટે પ્રોત્સાહન તેમજ રૂ.૩૦,૦૦૦ સુધીનું ક્રેડિટ કાર્ડ મેળવવાની તક પણ ઉપલબ્ધ હોવાનું મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે.

મોરબી મહાનગરપાલિકા વિસ્તારના લારી-ગલ્લા ધારકો, શાકભાજી-ફળના વેપારીઓ, ચા-નાસ્તા, ફાસ્ટફૂડ અને અન્ય નાના વેપારીઓ આધાર કાર્ડ, મોબાઇલ નંબર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા જરૂરી વેન્ડર સંબંધિત પુરાવા સાથે મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખામાં કચેરી સમય દરમિયાન રૂબરૂ હાજર રહી ઓનલાઈન અરજી કરી શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે યુ.સી.ડી. શાખા, ખારા કુવા શેરી, સહયોગ કોમ્પ્લેક્સ, બીજો માળ, NULM ઓફિસ, મોરબી મહાનગરપાલિકા ખાતે સંપર્ક કરવા જણાવાયું છે. મહાનગરપાલિકાના શાખા અધિકારી ચિરાગ વાઢેરે પાત્ર લાભાર્થીઓને યોજનાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!