Saturday, May 18, 2024
HomeGujaratઆફત સામે પૂર્વ તૈયારી એજ ઉપાય : વીજળી ત્રાટકે ત્યારે આટલું તો...

આફત સામે પૂર્વ તૈયારી એજ ઉપાય : વીજળી ત્રાટકે ત્યારે આટલું તો જરૂર કરો

હાલમાં ચોમાસાની ઋતુમાં આકાશી વીજળી પડવાની ઘટનાઓ બનવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી હોય છે. જેથી આ પ્રકારની ઘટના બને તે પહેલા અને તે પછી કઇ કઇ બાબતો અંગે વિશેષ ખ્યાલ રાખવો જોઇએ તે અંગે જિલ્લા વહિવટી તંત્રએ નાગરિકોને જાગૃત બનવા અપીલ કરી છે. મોરબી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરની અખબારી યાદીમાં વરસાદ દરમિયાન વીજળી પડવાની ઘટનાથી બચવા માટે કઇ કઇ બાબતોને અનુસરવી તે અંગે વિસ્તૃત માહિતી આપી છે.

- Advertisement -
- Advertisement -

વાવઝોડું અને વીજળી મોટે ભાગે સાથે જ થાય છે. વાવાઝોડા અને વીજળીના બનાવ વખતે કેવા પગલા લેવા તેની જાણકારી જીવન બચાવવામાં મદદરૂપ થાય છે. વીજળી એવી બાબત છે કે તેના પ્રત્યે બેદરકાર રહેવું ન જોઇએ. જેથી આવા પ્રસંગે તાત્કાલીક સલામત આશ્રય શોધો. એક વાતની તકેદારી રાખીએ કે વીજળી પોતાના માર્ગમાં આવતી કોઇ પણ વસ્તું પર ત્રાટકતી હોય છે અને ત્રાટકી શકે છે. વીજળી પડવાની ઘટનાથી બચવા અંગે કેટલીક બાબતોનો ખ્યાલ રાખવો હિતાવહ છે.

ઘરની અંદર :

• ઘરમાં જ રહો અથવા ઘરની અંદર જતા રહો. વીજળીનો કડાકો સભળાય તો અનિવાર્યપણે જરૂરી ન હોય તે સિવાય બહાર ન જશો. બારી, બારણા અને વીજળીના ઉપકરણોથી દુર રહો.

• વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુંથી દુર રહો. વાવાઝોડું, તોફાન આવતું હોય તે પહેલા જ ઉપકરણોના વાયરો પ્લગમાંથી કાઢી નાખો. પરંતુ તોફાન દરમિયાન તેમ કરવુ નહિ.

• ટી.વી., મ્યુઝિક, મિક્ચર-બ્લેન્ડર, ઇસ્ત્રી, હેર ડ્રાયર અથવા ઇલેક્ટ્રીકલ રેઝર જેવા વિદ્યુત ઉપરકણો જેનો સંપર્ક પ્લગ સાથે ચાલુ હોય તેનો ઉપયોગ કરશો નહિ. જો વીજળી તમારા ઘર ઉપર પડે તો તેનો વીજભાર વહન થઇને તમારા સુધી પહોચી શકે છે.

• વાવઝોડા દરમિયાન વીજળીનો ગડગડાટ થતો હોય ત્યારે ટેલીફોનનો ઉપયોગ કરશો નહિં.

• વીજળી, બહાર આવેલી ટેલીફોન લાઇનો પર ત્રાટકી શકે છે. ખાસ આકસ્મિકતા હોય તે પૂરતું જ ટેલીફોનનો ઉપયોગ કરો. સિન્ક, બાથ, અને નળ સહિત નળીઓનો સંપર્ક ટાળો.

ઘરની બહાર :

• જ્યારે આપ ઘરની બહાર હોય ત્યારે, વીજળીથી બચી શકાય તેવુ આશ્રય શોધો. મકાનો આશ્રય માટે ઉતમ ગણાય. વૃક્ષો યોગ્ય આશ્રય ગણાય નહિં. ઉંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે. વૃક્ષોનો આશ્રય ક્યારેય લેવો નહિં.

• pજો મુસાફરી કરતા હોવ તો તમારા વાહનમાં જ રહો. વાહનો વીજળીથી તમને સારૂ રક્ષણ પૂરું પાડી શકે છે. જેનું છાપરૂ મજબૂત હોય તો તેવી કાર-વાહનમાં રહો. જો આશ્રય ન મળી શકે તો વિસ્તારમાંના ઉંચા માળખામાં આશ્રય લેવો નહિં. આસપાસમાં માત્ર એકાદ વૃક્ષ હોય તો આવા વૃક્ષોની ઉચાઇથી બમણા અંતરે ખુલ્લામાં આશ્રય લેવા હિતાવહ ગણાય. આસપાસની જમીનના અંતરની વધુ ઉંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશ્રય લેવાનું ટાળો. લોકોના ટોળામાં રહેવાને બદલે છુટાછવાયા વિખરાઇ જાઓ.

• ધાતુનું આવરણ ઘરાવતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો નહિઃ બાઇક, વીજળી અથવા ટેલીફોનના થાંભલા, તારની વાડ, યંત્રો વગેરે સહિત ધાતુની ચીજવસ્તુઓથી દૂર રહો.

જ્યારે તમને વીજળીનો ઝટકો લાગે ત્યારે :

• જ્યારે તમારા માથાના વાળ ઉભા થઇ જાય અથવા ચામડીમાં ઝણઝાણટ થાય ત્યારે વીજળી તમારી આસપાસ ત્રાટકવા ઉપર છે તેમ સમજવું. તાત્કાલીક નીચા નમીને કાન ઢાંકી દેવા. જમીન પર સુવું નહિ અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં.

• વીજળીનો આંચકો લાગેલી વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર (કાર્ડીયો પલ્મોનરી રિસસિટેશન) એટલે કે કૃત્રિમ શ્વાચ્છોશ્વાસ આપવો જોઇએ. તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી.

આ બાબતે વધુ માહિતી માટે જિલ્લા કક્ષાના જિલ્લા કક્ષાનાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમના ફોન નં. ૦૨૮૨૨- ૨૪૩૩૦૦/૨૪૩૪૩૫ તથા ટોલ ફી નંબર ૧૦૭૭ પર સંપર્ક કરી શકશો. તેમજ તાલુકા કક્ષાનાં સંબધિત મામલતદાર કચેરીના કન્ટ્રોલ રૂમનાં ફોન નં (૧) મામલતદાર કચેરી મોરબી -૦૨૮૨૨-૨૪૨૪૧૮ (૨) મામલતદાર કચેરી વાંકાનેર – ૦૨૮૨૮ -૨૨૦૫૯૦ (૩) મામલતદાર કચેરી હળવદ – ૦૨૭૫૮- ૨૬૦૦૩૧ (૪) મામલતદાર કચેરી ટંકારા -૦૨૮૨૨- ૨૮૭૬૭૫ (૫) મામલતદાર કચેરી માળીયા (મી) – ૯૩૨૮૭૩૪૦૨૮ કચેરીનો સંપર્ક કરી વીજળી પડવાની ઘટના અંગે અથવા અન્ય કોઈ માહિતીની પુછપરછ કરી શકાશે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!