Saturday, April 20, 2024
HomeGujaratમોરબી અને વાંકાનેર તાલુકાનાં લૂંટ અને અપહરણના ગુન્હામાં ફરાર બે આરોપીઓ પકડાયા

મોરબી અને વાંકાનેર તાલુકાનાં લૂંટ અને અપહરણના ગુન્હામાં ફરાર બે આરોપીઓ પકડાયા

મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા અને એલસીબી પીઆઈ વી.બી.જાડેજાની સુચના મુજબ એલસીબી પીએસઆઈ એન.બી.ડાભીના માર્ગદર્શન હેઠળ મોરબી પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની કામગીરી કરવા પ્રયત્નશીલ હોય દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસ ટીમે એમ.પી.ના જાબુઆ તેમજ ગુજરાતના દાહોદ જિલ્લામાંથી વાંકાનેર તાલુકા પોલીસ મથકમા નોંધાયેલા લૂંટના ગુન્હામાં ૨૧ વર્ષથી નાસતો ફરતો આરોપી રમણ અબુભાઈ ઉર્ફે આલુભાઈ દેવધા અને મોરબીના અપહરણના ગુન્હામાં ૮ વર્ષથી ફરાર આરોપી કામના રાકેશ જીતરીયા ઉર્ફે જીથુજી પસાયાને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, રજનીભાઇ કૈલા,સંજયભાઇ પટેલ, કૌશીકભાઇ મારવાણીયા, પો.હેડ.કોન્સ. ચંન્દ્રકાંતભાઇ વામજા, વિક્રમસિંહ બોરાણા,જયવંતસિંહ ગોહીલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા ભરતભાઇ મિયાત્રા,અશોકસિંહ ચુડાસમા સતિષભાઇ કાંજીયા સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!