ધારાસભ્યએ નગરપાલિકાની લીધી મુલાકાત
મોરબી નગરપાલિકા દ્વારા પ્રીમોન્સુન કામગીરી ની એડવાન્સમાં તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તથા સુરેશભાઇ દેસાઇ અને સભ્યો દ્વારા પ્રિમોન્સુન કામગીરી અન્વયે શહેરના વોકળા/નાલા બુગદાની સફાઈ કરવા ટેન્ડર બહાર પાડવાની તૈયારીઓ કરેલ છે. આજરોજ ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ નગરપાલિકાની મુલાકાત લીધી હતી અને આ એડવાન્સ કામગીરીને બિરદાવેલ હતી.
નગરપાલિકા દ્વારા નીચે મુજબના વોકળા/નાલાની સફાઈ કરવામાં આવશે :
(૧) રવાપર રોડ કેનાલ ચોકડીથી પંચવટી-સુભાષનગર થઈ નરસંગ ટેકરી પાછળ હીરાસરમાર્ગ થઈ એવન્યુ પાર્ક પાછળ થઈ સાઈન્ટીફીક રોડ (શિવ સોસાયટી પાછળ), વજેપર નાલા જય હિન્દ ટાઇલ્સ પાછળથી આઠ નાલા નદી સુધી
(૨) શનાળા રોડ દાતાત્રેય મંદિરથી રામચોક નાલાથી મોરબી નાગરિક બેન્ક નીચે થઈ વધાપરા નાલા થઈ કબીર ટેકરી, રોયલ ટાઇલ્સથી રબારી ભરવાડ વાસથી હરીજન વાસ થઈ નાલા સુધી
(૩) બિસ્મિલા હોટેલથી બુઢાવાળી શેરી લઈને ખાખરેચી દરવાજા સુધી અંદરની ગટર
(૪) વાવડી રોડ ઉપર આસ્વાદ પણ પાછળ મહેન્દ્રપરા-૩ થી માધાપર નાલા અંદર ગ્રાઉન્ડ પાઇપની તેમજ મેઇન હોલ કરી બાયપાસ સુધી બુગદા સફાઈ
(૫) લુવાણાપરા થી પોલીસલાઇન થઈ વજેપરના નાલા સુધી અંદરની ગટર
(૬) અંબિકારોડ જાજરૂથી સોમૈયા સોસાયટી નાલા થઈ રામપાર્ક નાલા રેલ્વે કોલોની પાછળ થઈ નવલખી રોડ, કુબેરનગર નાલા થઈ રામપાર્ક નાલાથી નવલખી ફાટકથી સેન્ટમેરી સ્કૂલ નાલાથી ધુતારીના નાલા સુધી
(૭) સો ઓરડી ભઠ્ઠાવાળી લાઇન, આઠ ઓરડીથી સાઇન્સ કોલેજ સામે
(૮) પરશુરામ પોસ્ટ ઓફિસથી પોટરી રોડ રાજપૂત બોર્ડિંગ સામે ક્રિકેટ ગ્રાઉન્ડ થઇ રેલ્વે વર્કશોપ થઈ નદી સુધી
(૯) વીસી હાઇસ્કુલ અંદરથી (વ્યાયામ શાળા) શેટ ગર્લ્સ હાઇસ્કૂલ અંદર પ્રજાપત રોડથી ધોળેશ્વર નદીના ઢાળ સુધી
(૧૦) શનાળા રોડ ધૃતરીનું નાલું
(૧૧) સેર્કિટ હાઉસ સામેનો વોકળો
(૧૨) પંચાસર રોડ ગીતા ઓઇલ સામેનો બુગદો
(૧૩) પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વોકળો
(૧૪) શોભેશ્વર રોડ રચના સોસાયટીનું નાલું