મોરબી સહિત સમગ્ર રાજ્ય માં આગામી સમયમાં વિવિધ પરીક્ષાઓ આવી રહી છે જેને પગલે મોરબી જિલ્લા શિક્ષણ વિભાગની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
આગામી 17 એપ્રિલના રોજ યોજાનારી નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS)ની પરીક્ષામાં મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકાના મળી કુલ ૧૧ કેન્દ્ર પર ૧૦૬ બ્લોકમાં મોરબી જિલ્લાના કુલ ૩૦૫૪ પરીક્ષાર્થી ઓ પરિક્ષા આપશે.
આગામી ૧૮ એપ્રિલના રોજ યોજાનારી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) ની પરીક્ષા માં મોરબી શહેરના કુલ ૦૮ કેન્દ્ર પર જિલ્લાના કુલ ૧૭૧૦ પરિક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
આગામી ૨૪ એપ્રિલના રોજ યોજાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસીસ્ટન્ટ વર્ગ-૦૩ ની ભરતી ની પરીક્ષામાં મોરબી જિલ્લાના ૪૨ કેન્દ્ર પર ૪૫૦ બ્લોકમાં જિલ્લાના ૧૩૪૯૬ ઉમેદવારો પરીક્ષા આપશે.