Thursday, April 25, 2024
HomeGujaratમોરબીને સરકારી મેડિકલ કોલેજ ફાળવવા જયસુખભાઇ દ્વારા આરોગ્ય મંત્રીને કરાઈ રજુઆત

મોરબીને સરકારી મેડિકલ કોલેજ ફાળવવા જયસુખભાઇ દ્વારા આરોગ્ય મંત્રીને કરાઈ રજુઆત

મોરબી ખાતે સરકારી મેડિકલ કોલેજની ફાળવવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ હતી. ત્યારબાદ મોરબીને ફાળવેલ સરકારી મેડિકલ કોલેજ રદ કરીને તાપી જિલ્લાને આપવામાં આવેલ છે અને મોરબીને સરકારી ને બદલે પીપીપી ના ધોરણે ખાનગી મેડિકલ કોલેજની ફાળવણી કરવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

જે અનુસંધાને તા.10-4-2022 ના રોજ ગાંધીનગર ખાતે જયશુખભાઈએ દેશના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા સાથે શુભેચ્છા મુલાકાત થઈ હતી આ મુલાકાત દરમિયાન જયસુખભાઇ એ મોરબીને ફડવાયેલ સરકારી મેડિકલ કોલેજ કેન્સલ ન કરવા મોરબીના લોકો વતી તેમનો પક્ષ રાખી વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવેલ હતી.

તદુપરાંત સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના આશરે એક કરોડ લોકોનો એગ્રીકલ્ચર તથા પીવાના પાણીના પ્રશ્નના ઉકેલ સ્વરૂપ લોક કલ્યાણકારી અને ગુજરાત માટે ગૌરવ સમાન એવી રણ સરોવર યોજના પર પણ પોઝિટિવ દિશામાં સવિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!