નર્મદા યોજનાની માળીયા બ્રાંચ કેનાલમાંથી માળીયા તાલુકાનાં ૧૮ ગામોને સિંચાઇનું પાણી આપવા તથા પાણી ચોરી અટકાવવા બાબતે પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલને લેખિત રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં તેમણે જણાવ્યું છે કે ચાલુ વર્ષે વાવણી લાયક વરસાદ થયા બાદ ખેડૂતોએ સારા પાકની આશાએ વાવેતર કર્યા પછી વરસાદ ખેંચાયો છે. ત્યારે માળીયા તાલુકામાં ૧૮ ગામોના ખેડૂતોના મોલ બચાવવા નર્મદા યોજનાની માળીયા બ્રાંચ કેનાલમાં પુરતું પાણી છોડવા – ઢાંકીથી હળવદ સુધીમાં થતી પાણીચોરી અટકાવવા, ગેરકાયદેસર ચાલતી મોટરો બંધ કરાવવા અને માળીયા તાલુકાના ખીરઇ ગામ સુધી સિંચાઇ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ત્વરીત યોગ્ય આયોજન કરવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરવામાં આવી છે.