હળવદ પાલિકામાં તાજેતરમાં ભરતી કરવામાં આવેલ કાયમી સફાઈ કામદારો પાસેથી મૂળ કામ ઉપરાંત સામાજિક અસ્પૃસ્યતાને પ્રોત્સાહન મળે તેવું કૃત્ય કરવામાં આવતું હોવાની રાવ સાથે સમસ્ત વાલ્મિકી સફાઈ કામદારો દ્વારા હળવદ ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિત રજુઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં હળવડમાં પાલિકામાં 13 સફાઈ કર્મીઓની નિમણૂક કરાઈ છે જેમાં સરકારના નિયમ મુજબ મુળભુત કામગીરી કરવા માટે જે ભરતી કરવામાં આવી હતી તેના મુળ ઉદ્દેશ જાળવવામાં આવેલ નથી. કારણકે આ ૧૩ સફાઇ કામદાર પૈકી જનરલએસ.ટી.ઓ.બી.સી તરીકે ભરતી પામેલા કામદારો છે તેમની પાસેથી સફાઇ કામદારોની નિયમ મુજબ કામગીરી વર્ગીકરણ મુજબ સફાઇ કામદાર તરીકે કામગીરી લેવાનો ઉદ્દેશ જાળવવામાં આવતો નથી અને જનરલ , એસ.ટી તેમજ ઓ.બી.સી.વાળા સાત સફાઇ કામદારો પાસે સામાજીક અસ્પૃસ્યતાને પ્રોત્સાહન મળે તેવી કામગીરી લેવામાં આવે છે જેથી હળવદ – નગરપાલિકા ના અધિકારીઓ સતાધિશો દ્વારા સામાજીક અસ્પૃસ્યતાને પ્રોત્સાહન મળે તેવી કામગીરી લેવામાં આવે છે જે ભારતની લોકસાહીના બંધારણ મુજબ તેમજ અનુસુચિત જાતિ સમાજના મુળ ભુત અધિકારોનું હનન થઇ રહયું છે. આ અંગે આગમી 10 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો ના છૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ રજુઆતના અંતમાં ચીમકી ઉચ્ચારાઈ છે.