Sunday, May 19, 2024
HomeGujaratહળવદ રેન્જના અભ્યારણ્યમાં થયેલ દબાણો અંગે વન મંત્રીને કરાઈ રજુઆત

હળવદ રેન્જના અભ્યારણ્યમાં થયેલ દબાણો અંગે વન મંત્રીને કરાઈ રજુઆત

મોરબી જિલ્લાના હળવદ રેન્જ ખાતેના કીડીથી જોગડ તરફ જતા રસ્તે સુમેરા તળાવ પાસેની અભ્યારણ વિસ્તારની જમીનમાં પાસ પરમીટ કે N.O.C. લીધા વગર આડેધડ જીપીએસ લોકેશન ૨૩,૦૮૦૫ N ૭૧,૧૨,૨૫ ઉપર મોટા બાંધકામો થઈ રહ્યા છે જેની તપાસ કરી આ કામને તાત્કાલિક અટકાવી દઈ અને જવાબદારો સામે આકરા પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય છત્રસિંહ ગુંજારીયા એ વનમંત્રી કિરીતસિંહ રાણાને લેખિત રજુઆત કરી છે.

- Advertisement -
- Advertisement -

રજુઆતમાં જણાવ્યા અનુસાર ઘુડખર અભ્યારણના હળવદ રેન્જમાં બેફામ દબાણને લઈને ભવિષ્ય રણની બાયોડાયર્શીસીટીને પારાવાર નુકશાન થવાની શક્યતાઓ તોળાઈ રહી છે. જેથી ગેરકાયદેસર પ્રવેશ તેમજ સરકારી જમીનો ઉપર જે લેન્ડ ગ્રેમ્બીંગ કરનાર આવારાતત્વો સામે કાયદા અનુસાર પગલાઓ લેવા અંતમાં માંગ ઉઠી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!