મોરબી સીવીલ હોસ્પીટલમાં લેડીઝ શૌચાલય બનાવવાની માંગ સાથે મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, અશોક ખરચરીયા અને જગદીશભાઈ બાંભણીયા તથા મુસાભાઇ બ્લોચ, જીજ્ઞેશભાઇ પંડ્યા સહિતનાઓ દ્વારા મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રીને લેખિત રજુઆત કરાઈ છે.
રજુઆતમાં જણાવ્યા અનુસાર મોરબીમાં આવેલ સિવિલ હોસ્પિટલાં મહિલાઓ માટે શૌચાલયની વ્યવસ્થા ન હોંવાથી મહિલા દર્દી તથા સાથે આવતા મહિલાઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જે શૌચાલય છે તે એક વર્ષથી ખંઢેર હાલતમાં પડેલ છે જ્યા સફાઇના અભાવે માથું ફાટી જાય તેવી દુર્ગંધ અને ગંદકીથી ખદબદી રહ્યા છે.મહત્વનું છે કે ૨૦૧૪ થી આ અંગે રજુઆત કરાતા શૌચાલયની મરામત માટે ગ્રાન્ટ રૂા. ૯૭.૬૩ લાખની ગ્રાન્ટ મંજુર કરાઈ હતી પરંતુ આ અંગે મહત્વની કામગીરી આજ સુધી કરાઈ નથી. પેન્ડીંગ કામને પગલે જાહેર સૌચાલયને છ મસથી તાળા મારેલ છે.
આ ઉપરાંત સીવીલ હોસ્પીટલનું મેઇન બોર્ડ પણ હાલ કચરમાં ધૂળ ખાઈ રહ્યું છે તથા હોસ્પીટલમાં આવેલ પી.એમ. રૂમ ખખડી ગયેલ છે તેને પણ મોટો બનાવવા અંતમાં સામાજિક કાર્યકરોએ માંગ ઉઠાવી છે.