ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે આજે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. સતત ત્રીજી વખત બજેટ રજૂ કરતા નાણામંત્રીએ બજેટમાં 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. જેને મોરબી ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા આવકારવામાં આવી રહ્યો છે.
મોરબી ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજે વિધાનસભામાં ગુજરાતનું વર્ષ 2024-25નું બજેટ રજૂ થયું હતું. જેમાં મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેને અમે આવકારીએ ચોરે. મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા છેલ્લા ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. જે અંતે સંતોષાય છે. ઘણા સમયથી મોરબીમાં કોઈ પણ આયોજન વગર વિવિધ વિકાસનાં કામમાં જે રુકાવટ આવેલ તે કોર્પોરેશનની જાહેરાત થતા વહીવટદાર શાસનનો પણ અંત આવશે. અને તાત્કાલિક કોર્પોરેશનની રચના થાય અને તેના નિયમ અનુસાર ઝડપથી તેનો અમલ થાય તેવી ગુજરાત સરકાર સમક્ષ જયંતીભાઈ પટેલ દ્વારા માંગ કરવામાં આવી છે. કોર્પોરેશનની રચના પછી મોરબીની કાયાપલટ થશે તેવી આશા હોવાનું પણ મોરબી ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.’