સરકાર દ્વારા નવા બનાવેલા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા છેલ્લા એકાદ વર્ષથી દિલ્હીમાં ચાલતા વિરોધ પ્રદર્શનને પગલે ત્રણેય નવા કૃષિ કાયદા પરત ખેંચવા અંગે સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. જની આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઘોષણા કરતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. કાયદો પરત લેવા સંસદમાં બિલ પાસ કરાય બાદ જ આંદોલનનો અંત આવશે તેમ આંદોલનના અગ્રણી રાકેશ ટીકૈંતએ જણાવ્યું હતું.
સરકાર દ્વારા અમલી કરાયેલા નવા કૃષિ કાયદાથી ખેડૂતોમાં વિરોધનો જ્વાળા ભભૂક્યો હતો. ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી આકરો વિરોધ નોંધાવ્યો હતો. આ તમામ ઘમાસાણનો સુખદ અંત આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ગુરુનાનક જયંતિ નિમિતે દેશની જનતાને સંબોધન કરીને નવા કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી છે. વિરોધના પગલે કાયદા પરત લેવાયા હોવાનું જણાયું છે. દેશ વ્યાપી સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યું કે સરકાર અમુક ખેડૂતોને કૃષિ કાયદાઓના ફાયદા સમજાવવવામાં નિષફળ ગઈ છે. જેથી આગામી સમયમાં સંસદમાં બિલ પાસ કરીને કાયદો પરત લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ કાયદાઓ રદ કરવાની માંગ સાથે દિલ્લી બોર્ડર પર છેલ્લા ઘણા સમયથી ખેડૂત નેતા રાકેશ ટીકૈંતની આગેવાનીમાં આંદોલન ચાલી રહ્યું છે. તેવામાં આ કાયદા પરત ખેંચવા વડાપ્રધાને ઘોષણા કરતા રાકેશ ટીકૈંત દ્વારા ટવીટ કરીને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સંસદમાં બિલ પાસ કરીને કાયદો પરત લેવામાં આવે ત્યાર બાદ જ આ આંદોલનને સમટેવામાં આવશે.બીજી તરફ કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે.