Friday, November 29, 2024
HomeGujaratમોરબીમાં ખાનગી એજન્સી સંચાલીત સિટી બસ બંધ:પાલિકાએ ફરી પોતાની ત્રણ બસો શરૂ...

મોરબીમાં ખાનગી એજન્સી સંચાલીત સિટી બસ બંધ:પાલિકાએ ફરી પોતાની ત્રણ બસો શરૂ કરી

દોઢ બે વર્ષ સુધી મોત ની બસો ની જેમ રજિસ્ટ્રેશન વગર ની બસો દોડાવી છતાં મોરબી નગરપાલિકાએ ખાનગી એજન્સીની મનમાની ચલાવી પણ પાલિકાએ જ્યારે જવાબ માંગ્યો તો એજન્સીના પેટમાં તેલ રેડાયું!રોડ ટેક્ષ ભર્યો છે કે નહિ?RTO તપાસ કરશે?બસોના રજિસ્ટ્રેશન નંબર વગર બિલ કેમ પાસ થયા? એ પણ તપાસનો વિષય

- Advertisement -
- Advertisement -

મોરબી નગર અને આસપાસના વિસ્તારમાં ચાલતી શહેરની સિટી બસ સેવા ખાનગી કોન્ટ્રાકટર દ્વારા બંધ કરી દેવામાં આવી છે. જે જાહેર પરિવહન સેવા બંધ કરી દેતા મહિલા સહિત સમાન્ય લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા ત્રણ બસ સેવા ચાલુ રાખવામાં આવી છે. ચાલુ ખાનગી એજન્સી કોન્ટ્રાકટમાં મુકાયેલ શરતોનો ભંગ કરતા હોવાનું સામે આવતા તેને બે વખત નોટીસ આપી નિયમ પાલન કરવા નગરપાલિકાએ જણાવ્યું છે.પરંતુ એજન્સી દ્વારા શરતોનું પાલન કરવા સક્ષમ ન હોવાનું કારણ આપી કોન્ટ્રકટ પૂર્ણ કરવામાં આવતા ડીફોલ્ટ જાહેર કરી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા બહાર પાડી સિટી બસ સેવા શરૂ કરવામાં આવશે.

મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય તેમજ ઉધોગ વિસ્તારમાં આવન જાવક માટે પાલિકા દ્વારા મુખ્ય મંત્રી શહેરી બસ સેવા યોજના હેઠળ સિટીબસ સેવા શરુ કરી હતી. અને તેની કામગીરી ગુરુ કૃપા બસ સર્વિસ નામની ખાનગી એજન્સીને સંચાલન સોપ્યું હતું. ખુબ નવીજી રકમમાં સીટી બસ ચાલતી હોવાથી તમાંમ રૂટ પર મુસાફરો પૂરતા પ્રમાણમાં મળતા હતા. મોરબી લજાઈ રૂટની બસ દિવસ દરમિયાન ઓવર પેસેન્જર સાથે જ દોડતી જોવા મળતી હતી છતાં અગાઉ બસ બંધ કરી દેવાનો ઘટના બની હતી. જે ઘટનામાં પાલિકા દ્વારા અગાઉ પેમેન્ટ ન મળવા કે સંચાલન પરવડતું ન હોવાના કારણ આપી બસ સેવા બંધ કરાઈ હતી. જો કે બાદમાં ધારાસભ્યની દરમિયાન ગીરીથી એક વર્ષ પહેલા ફરી સીટી બસ સેવા શરુ કરાઇ હતી. વર્ષ સુધી અલગ અલગ રૂટમાં ૬ જેટલી બસો દોડી હતી. જો કે ફરી એકવાર ગુરુકૃપા એજન્સી દ્વારા સંચાલન કરવાની ઘસીને નાં પાડી દેતા ખાનગી એજન્સીના સંચાલિત એસટી બસના પૈડા થંભી ગયા છે.જેના કારણે મુસાફરો રઝળી પડ્યા છે અચાનક સેવા બંધ થતા મહિલા મુસાફરોની હાલત કફોડી બની છે. જે બાદ પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણથી ત્રણ સીટી બસ સેવા શરુ કરવી પડી હતી. જોકે દિવસ દરમીયાન અલગ અલગ વિસ્તામાં ૮ જેટલી બસ અલગ અલગ રૂટ પર દોડતી હતી તેના બદલે માત્ર ત્રણ બસ દોડતી થતા મુસાફરોને ન છૂટકે રીક્ષા અને અન્ય ખાનગી વ્હીકલમાં જવાની ફરજ પડી રહી છે. જો કે આ મુદે ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાએ જણાવ્યું કે હાલ એજન્સી દ્વારા બસનું સંચાલન કરવામાં આવે છે તે કોન્ટ્રાકટમાં મુકાયેલ શરતોનો ભંગ કરતા હોવાનું સામે આવતા તેને બે વખત નોટીસ આપી નિયમ પાલન કરવા જણાવ્યું છે. પરંતુ તેના દ્વારા શરતોનું પાલન કરવા સક્ષમ ન હોવાનું કારણ આપી કોન્ટ્રકટ પૂર્ણ કરવામાં ડીફોલ્ટ જાહેર થઇ છે અને કામગીરી બંધ કરાઈ છે પાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ત્રણ બસ ત્રાજપરથી ગાંધી ચોક અને ગાંધી ચોકથી લજાઈ રૂટ પર સંચાલન ચાલુ રાખવામાં આવ્યું છે. એજન્સીને શરત ભંગ માટે પેનલ્ટી ફટકારવામાં આવશે તે ઉપરાંત ફરી ટેન્ડર પ્રક્રિયા પણ શરુ કરાઈ છે જે નવી એજન્સી ફાયનલ થશે તેના દ્વારા સેવા શરુ કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!