મોરબીમાં કોરોના સંક્રમણ વધતા બાર એસોસિએશન દ્વારા સર્ક્યુલેટ ઠરાવ કરી તા.2થી 9 એપ્રિલ સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા નક્કી કર્યું છે જેની તમામ અસીલોએ નોંધ લેવી.
મોરબી શહેર જિલ્લામાં કોરોનાની સ્થિતિની ગંભીર નોંધ લઈ મોરબી બાર એસોસિએશન દ્વારા તાત્કાલિક સર્ક્યુલેટ ઠરાવ કરી તા.2 એપ્રિલથી 9 એપ્રિલ સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા ઠરાવ કરવામાં આવ્યો છે અને આ દિવસો દરમ્યાન માત્ર અરજન્ટ કામગીરી કરી કોર્ટ કેમ્પસ છોડી દેવા પણ વકીલ મિત્રોને જણાવાયું છે સાથે સાથે નામદાર કોર્ટને પણ વિનંતી કરી વકીલોની ગેરહાજરી દરગુજર કરી અલગ અલગ સ્ટેજે રહેલા કેસ યથાવત રાખવા વિનંતી કરી છે અને અરજન્ટ યુટીપી કેસની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ મોરબી બાર એસોસીએશન પ્રમુખ અને સેક્રેટરી દ્વારા જણાવાયું છે.