મોરબી જીલ્લાની તમામ અદાલતોમાં ફરજ બજાવતા કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાની માંગ સાથે આજે કાળી પટ્ટી ધારણ કરી નવી પેન્શન યોજનાનો વિરોધ કર્યો હતો.
ગુજરાત NOPRUFના હોદ્દેદારો દ્વારા ગત તા.૨૩ ના રોજ મુખ્યમંત્રીને રાજય સરકારના લાખો કર્મચારીઓને જુની પેન્શન યોજના લાગુ પાડવા બાબતે રજુઆત ક૨વામાં આવી હતી અને વિરોધ દર્શક અનેક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં નવી પેન્શન યોજના તા. ૧ એપ્રિલના રોજ ગુજરાત રાજયમાં લાગુ કરવામાં આવેલ હોવાથી કર્મચારીઓમાં વિરોધનો સુર ઉઠ્યો છે જેના વિરોધમાં તા. ૦૧/૦૪/૨૦૨૨ ના રોજ તે દિવસને કાળા દિવસ ત૨ીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યું હતુ. જેને પગલે ગુજરાત ન્યાયખાતા કર્મચારી મહામંડળ દ્વારા ગુજરાત રાજયની તમામ અદાલતોમાં ફરજ બજાવતા કર્મચારીઓને તા. ૦૧/૦૪/ ૨૦૨૨ ના રોજ કાળીપટ્ટી પહેરી નવી પેન્શન યોજનાનો વિ૨ોધ ક૨ી જુની પેન્શન યોજના અમલમાં લાવવા વિરોધ પ્રદર્શીત ક૨વા આયોજન ઘડાયું હતું જેના ભાગરૂપે આજે મોરબી જીલ્લાની તમામ અદાલતોમાં ફરજ બજાવતા કર્મચારીઓએ આજે કાળી પટ્ટી ધારણ કરી નવી પેન્શન યોજનાનો વિરોધ કર્યો હતો.જેમાં મો૨બી જીલ્લા ન્યાયખાતા નોન જયુડીશ્યલ કર્મચારી મંડળના પ્રમુખ જે.બી. જાડેજા અને જનરલ સેક્રેટરી વી.એ.વાઢેર પણ જોડાયા હતા.