માથક જિલ્લા પંચાયત ના દરેક ગામોમાં મતદારોને રૂબરૂ મળી ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરતા ઉમેદવાર
હળવદ: માથક જિલ્લા પંચાયતની બેઠકમાં ભાજપ પક્ષના ઉમેદવાર અને આ જિલ્લા પંચાયત નીચે આવતી ચાર તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવારો ના સમર્થનમાં ધારાસભ્ય સાબરીયા ઉમેદવારો સાથે રહી એક એક ગામનો જન સંપર્ક કરી રહ્યા છે અને મતદારોને ભાજપની વિકાસયાત્રામાં જોડાવવા ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે
માથક જીલ્લા પંચાયત ની બેઠકના ભાજપ પક્ષના ઉમેદવાર મેરાભાઈ વિઠ્ઠલાપરાના સમર્થનમાં ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા ઉમેદવારો સાથે રહી જન સંપર્ક કરી રહ્યા છે અને એક એક ગામ જઈ કેન્દ્ર સરકાર અને રાજ્યની સરકાર દ્વારા લોક ઉપયોગી કરવામાં આવેલ કામોની સમજણ મતદારોને આપી રહ્યા છે સાથે સાથે ભાજપ તરફી મતદાન કરી ભાજપ પક્ષના તમામ ઉમેદવારને જંગી બહુમતીથી વિજય અપાવવા જણાવી રહ્યા છે