ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક પ.પુ. બા.બ્ર. પ્રવચન પ્રભાવક જયાબાઇ મહાસતિજીની ૨૪મી પુણ્યતિથિ તથા પ.પુ.બા.બ્ર. સૌમ્યસ્વભાવી માં સ્વામી વિજ્યાબાઇ મહાસતિજીની છઠ્ઠી પુણ્યતિથી નિમિત્તે શ્રી સ્થાનકવાસી જૈન સંઘ ટંકારા તથા મોહનલાલ ચત્રભુજ ગાંધી પરિવાર દ્વારા પુણ્યસ્મૃતિ આરાધના મહોત્સવની ધામધુમ પૂર્વક ઉજવણી કરાઇ હતી.
શ્રી ટંકારા સ્થાનકવાસી જૈન સંધ તથા મહોત્ત્વના લાભાર્થી પરિવાર પ.પુ. માતૃ જડાવબેન મોહનલાલ ચત્રભુજ ગાંધી પરિવાર દ્વારા ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક પ.પુ. બા.બ્ર. પ્રવચન પ્રભાવક જયાબાઇ મહાસતિજીની ૨૪મી પુણ્યતિથિ તથા પ.પુ.બા.બ્ર. સૌમ્યસ્વભાવીમાં સ્વામી વિજ્યાબાઇ મહાસતિજીની છઠ્ઠી પુણ્યતિથી નિમિત્તે ગોંડલ સંઘાણી સંપ્રદાયના શ્રુતનિધિ પહાડી પ્રવચનકારક ૫.પુ.બા.બ્ર. સાધનાબાઇ મહાસતિજી વ્યાખ્યાન વાચસ્પતી બા.બ. રાજેશ્વરીબાઇ મહા. તથા હંસાબાઇ મહાસતિજી બા.બ્ર. નંદાબાઇ મહા, આદિઠાણા -૧૨ શ્રીસ્મૃતી પ્રસંગે પુણ્યોદય પ્રાપ્ત થતા પાવન પવિત્ર પુણ્યતિથિ નિમીતે પંચ દિવસિય તપ આરાધનાને પ્રાણવાન સુસંસ્કારી આરાધના માટે ટંકારા અપાસરા ખાતે એક સપ્તાહ અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જય-વિજયના ગુરૂ માતા પ. પુ. મણીબાઈ મહાસતીજીએ ટંકારાની પવિત્ર ભુમી અને સુશ્રાવકો-શ્રાવિકાઓની ધર્મ ભાવના નિહાળી ટંકારા “રત્નોની ખાણ” તેમ જણાવ્યું હતું. જે તપોભૂમિ વૈરાગ્ય ભુમી માથી રાષ્ટ્રસંત શ્રી સંતબાલજી અને શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સહિતના હિરલા વિરલા આપ્યા છે. સાથોસાથ નાનુ પણ મોતીના દાણા જેવુ ટંકારા સંધ અને લાભાર્થી પરિવારના જડાવબેન મોહનલાલ ચતુર્ભુજ ગાંધી પરિવારની સ્વેત વસ્ત્ર સર્વે સંત સમાન ભાવનાની અઠળક અનુમોદના કરી હતી. સાથે સાથે આરાધના દરમિયાન 99 આયંબિલ 54 સંપુર્ણ ઉપવાસ તપ કરેલ જેમનું સંધ તથા મોહનલાલ ચતુર્ભુજ ગાંધી પરિવારે બહુમાન અને અનુમોદના કરી હતી. જે પ્રસંગ નિમિતે જીવદયા માટે 9 લાખ અને સર્વે સાધારણ માટે 11 લાખ જેટલી માતબર રકમ દાતાશ્રીઓ દ્વારા એકત્ર કરાઈ હતી. તો સંધ ધ્વારા ભાવ દિક્ષાથી વૈશાલીબેન અને મુમુક્ષ જીમીતભાઈની વૈરાગ્ય અને ભક્તિને નમન કરી સર્વે સંધે બહુમાન કર્યુ હતું.બેલાણી પરીવાર રાજકોટ દ્વારા ગૌચરી રૂપી એક નકરો આપી લાભ લિધો હતો જ્યારે સંધ પ્રભાવના રૂપે લેપટોપ બેગ અને મિઠાઈનુ પેકેટ આપી શ્રાવકોની ભાવનાને બિરદાવી હતી. ઉપરાંત સ્થા. સંધના રાજુભાઈ ગાંધી અને રમેશભાઈ ગાંધીએ આમંત્રિતનું સ્વાગત કરી મહોત્સવને મહેકતો કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.