Sunday, May 19, 2024
HomeGujaratમોરબીના નજરબાગ પાસેથી બાળકના મૃતદેહનો અડધો ભાગ મળી આવ્યો:પોટલામાંથી આંતરિક અંગો મળી...

મોરબીના નજરબાગ પાસેથી બાળકના મૃતદેહનો અડધો ભાગ મળી આવ્યો:પોટલામાંથી આંતરિક અંગો મળી આવ્યા પોલીસ તપાસ શરૂ

મોરબીના નજર બાગ નજીક રફાળેશ્વર તરફ જવાના રસ્તે થી બાળકના મૃતદેહનો અડધો ભાગ મળી આવ્યો હતો અને બાજુમાંથી સફેદ કપડામાં થી આંતરિક અંગો પણ મળી આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ બનાવની મળતી માહિતી મુજબ મોરબીના નજર બાગ ફાટક થી રફાળેશ્વર તરફ જતા માર્ગ પર શ્વાન કોઈ માનવ ના અંગો સાથે જોવા મળતા ત્યાંથી પસાર થતા લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને તાબડતોબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ કે. એ.વાળા તેમજ અન્ય પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી તેમજ જ્યાંથી અજાણ્યા બાળકના મૃતદેહ નો અડધો ભાગ મળી આવ્યો હતો તે સ્થળેથી થોડે દૂર એક કપડા માં વીંટળેલ હાલતમાં શરીર ના થોડા આંતરિક ભાગો પણ મળી આવ્યા હતા.તેમજ બાજુમાં રેલવે ટ્રેક આવેલ હોય અને મૃતદેહ પણ અડધી કપાયેલ હાલતમાં હોય તેમજ અન્ય સ્થળેથી પોટલામાં શરીરના આંતરિક અંગો મળતા અક્સ્માત અને હત્યા બન્ને દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ આ કપડા ના વીંટાળેલ હાલતમાં આંતરિક અંગો મળતા અહીં કોઈ અંગો નાખી ગ્યું હોવાની આશંકા પ્રબળ બની છે. જેથી પોલીસે સ્થળ પરથી નડેલ તમામ માનવ અંગો ને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!