Sunday, November 17, 2024
HomeGujaratમાળીયા તાલુકાના હરીપર ગામ નજીક રેલ્વે ઓવરબ્રીજ ક્ષતિગ્રસ્ત થતાં ટ્રાફિક માટે બંધ...

માળીયા તાલુકાના હરીપર ગામ નજીક રેલ્વે ઓવરબ્રીજ ક્ષતિગ્રસ્ત થતાં ટ્રાફિક માટે બંધ કરાયો

મોરબી જીલ્લાના નાગરીકોને જણાવવાનું કે મોરબી જીલ્લામાંથી નેશનલ હાઇવે 27 પસાર થાય છે જે નેશનલ હાઇવે પર માળીયા તાલુકાના હરીપર ગામ નજીક રેલ્વે ઓવરબ્રીજ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે જેથી ઓવરબ્રીજ ઉપરનો એક બાજૂનો રોડ રિપેરીંગ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રાફિક માટે બંધ કરેલ છે. પવનચક્કી, ઓવર ડાયમેન્શનલ કન્સાઈનમેન્ટ (ઓડીસી), ઓવર લોડ વાહનો (40 ટનથી વધુ) જેવા મોટા વાહનોને આ માર્ગ પર ચાલવાની મંજૂરી નથી. આવા વાહનોને સુરેન્દ્રનગર / અમદાવાદ / પાલનપુર/ રાધનપુરથી વૈકલ્પિક માર્ગ લેવાની સલાહ આપવામાં આવે છે. અન્ય ટ્રાફિક માટે, માળિયા અને સામખિયાળી વચ્ચે અમુક ભાગમાં સીંગલ રસ્તો ખુલ્લો રાખેલ હોઇ જેથી વાહન વ્યવહાર ધીમો ચાલશે. જેથી ટ્રાફિક નિયમન અને નિયંત્રણમાં સહકાર આપવા મોરબી જીલ્લા પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

ટ્રાફિક સરળ બનાવવા માટે સ્થાનિક પોલીસ, જિલ્લા ટ્રાફિક તથા અન્ય પોલીસ સ્ટેશનના તથા પોલીસ હેડ કવાર્ટરના પોલીસ અધિકારી/કર્મચારીઓ તથા નેશનલ હાઇવેના માર્શલ વાહનો સાથે ટ્રાફિક નિયંત્રણ માટે રાખેલ છે. તેમજ વધારાની ક્રેન્સ, એમ્બ્યુલન્સ રૂટ પેટ્રોલિંગ વાહનો, હાઇડ્રા, જેસીબીની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!