હાલમાં, કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થતાં, ગુજરાત સરકાર દ્વારા રાત્રે 10 વાગ્યાથી સવારના 06 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આદેશમાં, નાઇટ કર્ફ્યુ દરમિયાન,માન્ય ટિકિટ ઘરાવતારેલ્વે મુસાફરોને સ્ટેશન પર જવાની છૂટ આપવામાં આવી છે.
રેલવે તંત્ર દ્વારા મુસાફરોને માસ્ક પહેરવા, સામાજિક અંતર રાખવા, સેનિટાઇઝરનો ઉપયોગ કરવા અથવા મુસાફરી દરમિયાન વારંવાર સાબુ અથવા હેન્ડવોશથી હાથ ધોવા અને COVID-19 ના તમામ પ્રોટોકોલનું પાલન કરવા તથા સ્ટેશન પર બિનજરૂરી ભીડ ન રાખવા અને પર્યાપ્ત અંતર જાળવવા માટે અપીલ કરવામાં આવી છે.