Wednesday, January 15, 2025
HomeGujaratરેલવે પાયલટની સતર્કતાથી મોટી જાનહાની ટળી:મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન ને ઉથલાવી દેવાનો નિષ્ફળ...

રેલવે પાયલટની સતર્કતાથી મોટી જાનહાની ટળી:મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન ને ઉથલાવી દેવાનો નિષ્ફળ પ્રયાસ

મોરબી-વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનને કોઈ અજાણ્યા લોકોએ રેલવે ટ્રેક પર ઈંટો ગોઠવી ઉથલાવી દેવાનો પ્રયાસ કર્યો હતો જોકે સદનસીબે ટ્રેનના પાયલોટ એ સતર્કતા દાખવી મોટું નુકશાન થતા અટકાવી દીધું હતું.

- Advertisement -
- Advertisement -

જેમાં વધુ વિગતમુજબ મોરબી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેન ગત રાત્રીના સર્વિસ માટે આવતી હોય તે દરમિયાન મકનસર નજીકના રેલવે ટ્રેક પર ઈંટોનો જથ્થો પડ્યો હોવાની ડ્રાઈવરને નજરે પડતા ડ્રાઇવર દ્વારા એક ક્ષણનો વિલંબ કર્યા વગર ઇમરજન્સી બ્રેક મારી હતી જેથી ટ્રેઈન બ્રેક થતા થતા ઈંટોના જથ્થા સુંધી પહોંચીને અટકી હતી બાદમાં ડ્રાઇવર એ નીચે ઉતરીને તપાસ કરતા વ્યવસ્થિત રીતે જાણી જોઈને રેલવે ટ્રેક પર કોઈએ ઈંટોના જથ્થો ગોઠવ્યો હોવાનું પ્રતીત થતું હતું જેથી પાયલોટ સલીમભાઈ મન્સૂરી દ્વારા રેલવેના ઉપરી અધિકારીઓ ને જાણ કરવામાં આવતા રાજકોટ મોરબી વાંકાનેર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી બાદમાં વહેલી સવારે ટ્રેન ને તે સ્થળેથી રવાના કરવામાં આવી હતી જેથી રેલવે અધિકારી સુરેશકુમાર દ્વારા રાજકોટ રેલવે પોલિસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે અને રેલવે પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રેન સર્વિસ માટે જતી હોય જેથી ટ્રેનમાં એક પણ મુસાફર સવાર હતા નહીં પરંતુ અજાણ્યા લોકોનો આ મનસૂબો સફળ થઈ જાત તો રેલવેને મોટું નુકશાન થઈ શકે એમ હતું પરન્તુ રેકવેના પાયલોટ સલીમભાઈ મન્સૂરી એ સમય સૂચકતા દાખવી રેલવેનું મોટું નુકશાન અટકાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!