Saturday, May 4, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં કાળ ચક્ર ફરી વળ્યું:અકસ્માત અને અપમૃત્યુ સહિતના બનાવમાં સાતના મોત

મોરબી જિલ્લામાં કાળ ચક્ર ફરી વળ્યું:અકસ્માત અને અપમૃત્યુ સહિતના બનાવમાં સાતના મોત

મોરબી જિલ્લામાં જાણે યમનો પડાવ હોય એ રીતે ગઈકાલે અકસ્માત અને અપમૃત્યુના પાંચ બનાવોમાં કુલ સાત જેટલા લોકોના મોત નિપજયા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં હળવદના સુંદરીભવાની ગામે વરસાદને કારણે વાડીમાં દીવાલ પડતા વાઘજીભાઈ ગફલભાઈ દેગામા,શૈલાભાઈ ગફકભાઈ દેગામા અને રાજુબેન વાઘજીભાઈ દેગામનું મોત નીપજ્યું હતું જેથી હળવદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે.

જ્યારે એકસ્માતે મોતના બીજા બનાવમાં મોરબીના ઝીકિયારી ગામે જયસુખભાઈ બાવરવાની વાડીમાં કામ કરતા વર્ષાબેન કિશોરભાઇ અદગામાનું વીજળી પડવાને કારણે હેબતાઈ જવાથી મોત નીપજ્યું હતું .

જ્યારે અપમૃત્યુના ના ત્રીજા બનાવમાં વાંકાનેરના ઉમરભાઈ હસનભાઈ કુરેશી(ઉ.વ.૬૫ રહે કુંભારપરા તા.વાંકાનેર)વાળા સુઈ ગયા બાદ બીજે દિવસે ઉઠ્યા ન હતા જેથી તેમને હોસ્પિટલ માં લઇ જવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા જેથી વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે ચોથા બનાવમાં વાંકાનેરમાં રહેતા મધુભાઈ રામજીભાઈ ઓર રાજપૂત (ઉ.વ.૬૦ રામકૃષ્ણ નગર ,નવાપરા તાં.વાંકાનેર )વાળાને હૃદય રોગનો હુમલો આવતા સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં ફરજપરના તબીબે મૃત જાહેર કર્યા હતા જેથી વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે પાંચમા બનાવમાં હળવદના રાયસંગપર ગામે હમીરભાઈ ચૌહાણ ની વાડીમાં મજૂરી કામ કરતા રવિભાઈ દિતુભાઈ વાસકલ (ઉ.વ.૨૬) નામના યુવાનને નદીના કાંઠે કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોટ લાગતા તેનું મોત નિપજ્યું હતું જેથી હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!